ખેલાડીએ ફટકારી સદી, પત્ની ભાવુક થઇ રડી પડી, સ્ટેડીયમના વિડીયો થયા વાઇરલ

  • January 08, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટાઈલમાં પુનરાગમન કર્યું છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. સરફરાઝે કરાચીમાં રમાયેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે મેચના પાંચમા દિવસે શુક્રવારે (6 જાન્યુઆરી) સદી ફટકારીને ટીમને હારથી બચાવી હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. પ્રથમ મેચ પણ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ રીતે બે ટેસ્ટ મેચોની સિરીઝ 0-0થી બરાબર થઈ ગઈ હતી.

ખરેખર, સરફરાઝ અહેમદે સદી ફટકાર્યા બાદ તેની પત્ની સૈયદા ખુશબત અને તેના પરિવારના સભ્યો ભાવુક થઈ ગયા હતા. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનની પત્ની પણ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી ન હતી અને આંસુએ ભાંગી પડી હતી અને તે ક્ષણની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application