એનિમલ જોયાના બીજા દિવસે જ કરી સુખદેવસિંહની હત્યા, વિદેશ ભાગવાનો હતો પ્લાન, પૂછપરછમાં સામે આવી હકીકત

  • December 10, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હત્યા કેસના બંને મુખ્ય આરોપી રોહિત રાઠોડ, નીતિન ફૌજી અને તેના સાથી ઉધમની પોલીસે ચંદીગઢથી ધરપકડ કરી છે. જયપુર પોલીસ એક આરોપી નીતિન ફૌજીને જયપુર લાવી છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ રોહિત અને ઉધમની પૂછપરછ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. ગુનેગારોએ પોલીસને જણાવ્યું કે ઘટનાના એક દિવસ પહેલા તેઓએ ફિલ્મ એનિમલ જોઈ હતી.


પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગાર વીરેન્દ્રએ બંને શૂટર્સનો સંપર્ક કર્યો હતો. ગોગામેડીને મારવાનું કામ વીરેન્દ્રએ નીતિન અને રોહિત રાઠોડને આપ્યું હતું. નીતિનને ગોગામેડી વિશે કોઈ જાણકારી નહોતી. વિરેન્દ્રએ ઘટનાના દિવસે નીતિનને સુખદેવસિંહ ગોગામેડીનો ફોટો બતાવ્યો હતો અને માત્ર એટલું જ કહ્યું હતું કે મોટો ગુનો કરવાનો છે. રાજસ્થાનના એડીજી ક્રાઈમ દિનેશ એમએનએ જણાવ્યું કે ગઈ કાલે સાંજે જ્યારે પોલીસે હરિયાણાના મહેન્દ્રગઢમાં રહેતા નીતિન ફૌજીના મિત્ર રામવીરની ધરપકડ કરી ત્યારે તેણે કહ્યું કે રામવીર અને નીતિન બંને સાથે ભણ્યા હતા. 12મું પાસ કર્યા બાદ નીતિન ફૌજી 2020માં સેનામાં જોડાયો અને રામવીરે જયપુરમાં અભ્યાસ શરૂ કર્યો. રામવીર એમએસસી પૂર્ણ કર્યા પછી થોડા દિવસો પહેલા ગામમાં આવ્યો હતો, જ્યાં રજાઓ પર આવેલા નીતિન ફૌજીને મળ્યો હતો.


રામવીરની પૂછપરછ બાદ ખબર પડી કે ઘટના પહેલા તેનો મિત્ર નીતિન ફૌજી જયપુર આવ્યો હતો અને અહીં પહોંચતા જ તેનો સંપર્ક કર્યો હતો. ઘટના પહેલા રામવીરે 3 ડિસેમ્બરે નીતિનને મહેશ નગરના કીર્તિ નગરમાં રોક્યો હતો. જે બાદ બીજા દિવસે ગાંધીનગર રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રોકાયા હતા. તે થોડો સમય પ્રતાપ નગર વિસ્તારમાં પણ રહ્યો હતો અને 4 ડિસેમ્બરે તેણે એનિમલ ફિલ્મ જોઈ હતી. આ પછી 5 ડિસેમ્બરે નીતિન રોહિતને મળ્યો અને હત્યા નીપજાવી.


ઘટના બાદ શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ રોડ પર એક યુવક પાસેથી સ્કૂટર છીનવીને અજમેર રોડ પર પહોંચ્યા હતા. ત્યાંથી, રામવીર બંનેને બાઇક પર બગરુ ટોલ પ્લાઝા પર લઈ ગયો, જ્યાંથી બંને રોડવેઝની બસમાં નાસી ગયા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રામવીર જ નીતિનની પત્નીને મળવા માટે ગામમાં લાવ્યો હતો. તેણે નીતિનને મોબાઈલ અને અન્ય સુવિધાઓ પણ આપી હતી. થોડા દિવસ રોકાયા બાદ નીતિન ફૌજી ગેંગના અન્ય સભ્ય પાસે ગયો હતો. તેમજ નિતિને રામવીરને કહ્યું કે તે ફરી આવશે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નીતિન વિરુદ્ધ હરિયાણામાં પોલીસ પર ગોળીબાર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. જયપુરમાં અપરાધ કર્યા પછી, બદમાશોને વિદેશ ભાગી જવા માટે સહકાર આપવાની લાલચ આપવામાં આવી હતી. પરંતુ નીતિન વિદેશ ભાગી જાય તે પહેલા પોલીસે તેને પકડી લીધો હતો.


આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં પોલીસ ટીમે ભારે જહેમત ઉઠાવી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. રાજસ્થાનના એડીજી ક્રાઈમ દિનેશ એમએન અને જયપુરના કમિશનર બીજુ જ્યોર્જ જોસેફની દેખરેખ હેઠળ 200 પોલીસકર્મીઓની બે ડઝન ટીમો બનાવવામાં આવી હતી. એક ડઝન ટીમોને દરોડા પાડવા માટે મોકલવામાં આવી હતી, બાકીની એક ડઝન ટીમોને CCTV ફૂટેજ, લોકેશન અને શકમંદોના કોલ ડિટેલ્સનું ચેક કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News