વરસાદી સિસ્ટમ મજબૂત બનતાં રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજકોટ શહેરના અનેક વિસ્તાર જળમગ્ન થયાના દ્રશ્ય સામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં સાંજે 6 સુધી 95 મીમી વરસાદ નોંધાયો છે.
વિગતવાર વાત કરીએ તો 28 ઓગષ્ટ 2024 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 95 મી.મી., ઇસ્ટ ઝોનમાં 51 મી.મી. અને વેસ્ટ ઝોનમાં 91 મી.મી. વરસાદ નોંધાયો.
રાજકોટમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં અનરાધાર વરસાદથી માધાપર ચોકડી પર કેડ સમા પાણી ભરાયા છે. જ્યારે રૈયા ચોકડી તેમજ ટેલિફોન એક્સચેન્જ સર્કલ પાસે પણ ઘુંટણસમા પાણી ભરાયાના દ્રશ્ય સામે આવ્યા હતા.
2 બ્રિજ બંધ
અતિભારે વરસાદને પગલે મનપાએ 2 બ્રિજ બંધ કર્યાં છે. મહિલા કોલેજ અન્ડર બ્રિજ, રેલનગર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સતત ત્રણ દિવસથી વરસેલા ભારે વરસાદના કારણે આજી ડેમ પણ ઓવરફ્લો થયો છે.
રામનાથ મંદિર દર્શનાર્થી માટે બંધ
રામનાથ મંદિરમાં પણ પાણી ભરાઇ જતાં મંદિર દર્શનાર્થી માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વોર્ડ નં.4 અને 16 અને લલુડી વોકળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માત્ર રાજકોટ શહેર જ નહી પરતું હાઇવે રસ્તા પર જળમગ્ન થયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે. માલિયાસણ બ્રિજ પાસે એક ફુટ સુધીના પાણી ભરાતા વાહન અટવાયા છે.
રાજકોટ શહેરમાં વરસેલા વરસાદની રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા નોંધાયેલ આંકડા નીચે મુજબ છે.
ચાલુ સિઝનનો કુલ વરસાદ:
• સેન્ટ્રલ ઝોન : ૧૧૫૬.૫૦ મી.મી.
• ઇસ્ટ ઝોન : ૮૫૨ મી.મી.
• વેસ્ટ ઝોન : ૧૦૯૭ મી.મી.
છેલ્લા ૧ કલાકનો વરસાદ : ૦.૧૫ ઇંચ.
(સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધીનો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech