VIdeo : યુવતી બની રણચંડી, છેડતી કરનાર યુવકને જાહેરમાં ચખાડ્યો મેથીપાક, યુવક બાઈક મૂકીને નાસ્યો

  • February 08, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#इंदौर में सरे राह एक लड़की द्वारा बाइक सवार मनचले की चप्पलों से की जमकर पिटाई. pic.twitter.com/iIfe5k5Xql

— firoz khan (@firozkhan911) February 7, 2023


સમગ્ર ઘટના સોમવારે બપોરે ઈન્દોરના ભંવરકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો, યુવતીનો આરોપ છે કે તે કોઈ કામ માટે જઈ રહી હતી અને યુવક તેનો પીછો કરી રહ્યો હતો. યુવતીએ યુવક પર અભદ્ર ટિપ્પણી કરવાનો પણ આરોપ લગાવ્યો, જેના કારણે બાઇક સવારને રોકીને પાઠ ભણાવવામાં આવ્યો. મામલો વધુ વણસતો જોઈને યુવકે તેનું બાઇક સ્થળ પરથી જ છોડી દીધું હતું અને ત્યાંથી પસાર થતા અન્ય એક વ્યક્તિ પાસેથી લિફ્ટ લઈને ભાગી ગયો હતો. દરમિયાન યુવતીએ તેના પતિને આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ યુવતી અને તેના પતિએ ભંવરકુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ, ભંવરકુવાન ટીઆઈ શશિકાંત ચૌરસિયાના જણાવ્યા મુજબ, મહિલાની ફરિયાદના આધારે MP 09-QZ-0587 ના ડ્રાઈવર જાવેદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે સોમવારે બપોરે 2 વાગ્યે તે તેની સ્કૂટી પરથી ભંવરકુઆં તરફ આવી રહી હતી. ત્યારે પાછળથી એક બાઇક સવાર આવ્યો, તેણે અભદ્ર બોલવાનું શરૂ કર્યું, તેની હરકતો પણ ગંદી લાગી રહી હતી. જેના પર મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે અવાજ કરીને લોકોને એકઠા કર્યા અને પછી તેણે યુવકને પકડીને ચપ્પલ વડે માર માર્યો. આરોપીની બાઇકના નંબરના આધારે આરોપીના ઘરે દરોડો પાડીને તેની ધરપકડ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application