મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા કરનારને આજીવન કેદ

  • December 05, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના જૂની પીપળી ગામના રહેવાસી યુવાનની એક ઇસમેં પૈસાની લેતીદેતી મામલે હત્યા કરી હોય જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.



જૂની પીપળી ગામના રહેવાસી પ્રેમજીભાઈ શીવાભાઈ જેઠલોજાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જયેશ શામજીભાઈ કાસુન્દ્રાએ ફરિયાદીના દીકરા ચંદ્રકાંત પ્રેમજીભાઈ જેઠલોજાને પૈસાના હિસાબની લેતીદેતી મામલે હા બનાવટની પિસ્તોલી ફાયરીંગ કરી બે ગોળીઓ મારી હત્યા કરી હતી અને મૃતદેહ પોતાની કારની ડેકીમાં નાખી મોરબી રાજકોટ બાયપાસ રોડ પર મચ્છુ નદીમાં નાખી દઈ પુરાવાનો નાશ કરી મૃતકના પિતાને ‚ા.૩ કરોડની ખંડણી માંગી હતી અને સહ આરોપી વિકાસ ઉર્ફે પ્રકાશ ઉર્ફે વીકી મુન્નાભાઈ સોની રહે એમપી વાળાએ પિસ્તોલ આરોપી જયેશને વેચાણ આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી જયેશ સામજીભાઇ કાસુન્દ્રાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટ, મોરબીમાં ચાલી જતા જીલ્લાના સરકારી વકીલ વિજયકુમાર સી જાનીએ કોર્ટમાં ફરિયાદ પક્ષે ૪૩ મૌખિક પુરાવા અને ૫૪ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા તો બચાવ પક્ષે ૨ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જે દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો જે આરોપી જયેશ કાસુન્દ્રાને કોર્ટે આઈપીસી કલમ ૩૦૨ મુજબ આજીવન કારાવાસની સખ્ત કેદની સજા અને રૂપિયા ૫૦ હજાર દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application