દરેડમાંથી શખ્સ તમંચા સાથે એસઓજીના હાથે ઝડપાયો

  • February 27, 2023 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક દરેડ વિસ્તારમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીઓ પેટ્રોલિંગ હાથ ધરી દેશી બનાવટના તમંચા સાથે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે.


જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે મૂળ ઉત્તર પ્રદેશના પીલીભીતનો વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં ઓરડી ભાડેથી રાખીને મજૂરી કામ કરતો સમસુદીન બશરૂદીન સિદીકી નામનો  પરપ્રાંતિય શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે દેશી બનાવટનો તમંચો લઈને ફરી રહ્યો છે.


આ અંગેની હકીકત એસઓજીના હેડ કોન્સ શોભરાજસિંહ જાડેજા, રાજેશ મકવાણા, હર્ષદકુમાર ડોરીયા તથા અનિરુઘ્ધસિંહ ઝાલાને મળી હતી, જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ ગઈકાલે દરેડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી સમસુદ્દીન સીદીકીને ઝડપી લીધો હતો. જેની તલાસી લેતાં તેના કબજા માંથી એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.


જે કબજે કરી લેવાયો છે, અને તેની સામે પંચકોષી બી ડીવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉપરોક્ત હથિયાર પોતાના વતનમાંથી લાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application