કોરોનાકાળમાં દારૂની ફ્રી હોમ ડીલીવરી કરનાર સરકારનો નવો નિયમ, દારુ પરના તમામ ટેક્સ કર્યાં નાબૂદ

  • January 02, 2023 08:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુબઈમાં હવે દારૂના વેચાણ પર સરકારે થોડી છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે. દારૂના વેચાણ પરનો 30 ટકા ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. આ સાથે પર્સનલ લિકર લાયસન્સ અંગે પણ કેટલાક ફેરફાર થયા છે. દારૂના લાયસન્સ માટે ભરવામાં આવતી ફી નાબૂદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. દુબઈની બે સરકારી દારૂ વેચતી કંપનીઓએ નવા વર્ષ નિમિત્તે આની જાહેરાત કરી છે.

દારૂના વેચાણ પર 30 ટકા ટેક્સ અને લાઇસન્સ ફી નાબૂદ કરવાનો આ નિર્ણય શાસક અલ મકતુમ પરિવારની સૂચના પર લેવામાં આવ્યો છે. દુબઈમાં શરાબના વેચાણ પર ફ્રી લાઇસન્સ અને 30 ટકા ટેક્સ આપવાનો નિર્ણય પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવામાં આવ્યો છે. ટેક્સ નાબૂદ કરતી બંને કંપનીઓ અમીરાત જૂથનો ભાગ છે. શાસક અલ મકતુમ પરિવારના સરકારી આદેશ બાદ ટેક્સ ઘટાડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
​​​​​​​

દુબઈમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી તાજેતરમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં, રમઝાન દરમિયાન પણ ત્યાં દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. કોવિડ લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. દારૂના વેચાણથી સરકારને મોટી રકમની આવક થતી હતી, પરંતુ નવા નિર્ણય બાદ સરકારને આવકની દૃષ્ટિએ મોટું નુકસાન વેઠવું પડશે.

દુબઈમાં દારૂ પીવા માટે પ્લાસ્ટિક કાર્ડનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ છે. આ કાર્ડ દુબઈ પોલીસ દ્વારા પીનારાઓને આપવામાં આવે છે. દારૂ પીનારાઓએ આ કાર્ડ સુરક્ષિત રાખવું પડશે. આ કાર્ડ્સ દારૂની ખરીદી, પરિવહન અને વપરાશને મંજૂરી આપે છે. જો કાર્ડ વગર કોઈ પાસેથી દારૂ ઝડપાય તો તેને દંડ ભરવો પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application