રાજકોટ અને જામનગરના કોર્પોરેટરોને બે દિવસ દ્વારકામાં તાલીમ અપાશ

  • December 20, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયાને લાંબો સમય પસાર થઈ ગયો છે. પરંતુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના અને જુદી જુદી સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ હજુ થોડા સમય પહેલા થઈ છે. કોર્પોરેશનની ટીમમાં મોટાભાગે નવા ચહેરાઓને તક આપવામાં આવી હોવાથી ઘણી વખત નાની મોટી ચૂક થવાની અને તે પ્રકારની બાબતો બનતી હોય છે. આ પરિસ્થિતિ નિવારવા માટે આગામી તારીખ ૨૮ અને ૨૯ ના રોજ રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરોને માટે દ્વારકામાં બે દિવસના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.



ભાજપના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રશિક્ષણ વર્ગમાં તમામ કોર્પોરેટરોને હાજર રહેવા માટે આજે સાંજ સુધીમાં સૂચના અપાઈ જશે. કોર્પોરેટરો ઉપરાંત રાજકોટ અને જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને પણ પ્રશિક્ષણ વર્ગમાં હાજર રહેવા માટે આજે રાત સુધીમાં જણાવી દેવાશે.



ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએથી આ પ્રકારના આયોજન માટે સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લા ભાજપના યજમાનપદે આ પ્રશિક્ષણ વર્ગ યોજાઇ રહ્યો છે અને તેમાં ભાજપના જૂના કસાયેલા આગેવાન પ્રદીપભાઈ ખીમાણી સંકલનની ભૂમિકા ભજવી રહ્યા છે.


બે દિવસના આ પ્રશિક્ષણ વર્ગ દરમિયાન જુદા જુદા વિષયના તજજ્ઞો અને ભાજપના પ્રદેશ નેતાઓ પણ આવે અને કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓને તથા શિક્ષણ સમિતિના સભ્યોને માર્ગદર્શન આપે તેવું ટાઈમ ટેબલ પણ ગોઠવાઈ રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application