મોબાઇલ ચોરીને ભાગે એ પહેલા તો વેપારીએ મેથીપાક ચખાડી દીધો : રાજકોટના હરિહર ચોક પાસેનો વીડિયો વાયરલ

  • August 03, 2023 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર મોબાઈલ ચોરીને અંજામ આપતા રીઢા ગુનેગાર ભાવલાએ ફરી વખત લખણ ઝડકાવ્યા છે. હરિહર ચોક પાસે મોબાઈલ ચોરીને અંજામ આપવા જતા વેપારીએ પકડી પાડીને મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે દોડી જઇને આરોપીને પકડી પાડયો છે. 

રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર અવારનવાર મોબાઇલ ચોરીના બનાવો બની રહ્યા હતા. જેમાં ભાવલા નામનો શખ્સ મોબાઈલ ચોરીમાં અનેક વખત સંડોવાયેલો છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલને સાઈડમાં મૂકી આ ભાવલો હરિહર ચોક પહોંચ્યો હતો. મોબાઈલ ચોરવા ગયો અને વેપારીને જાણ થઈ ગઈ. ત્યાં તો વેપારીએ જાહેરમાં આ ભાવલાને માર માર્યો હતો અને આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મોબાઇલ ચોર ભાવલાને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application