જામનગરના સાધના કોલોનીમાં એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સો અને ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ સાથે પકડી લીધા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગારનાા કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.ડી. વસાવાના માર્ગદર્શન હેઠળ સીટી-એ પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન હેઠળ સ્કોડના પીએસઆઇ બી.એસ.વાળા સ્ટાફ સાથે જુગાર અને દારૂના કેશ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા. ત્યારે સ્ટાફના યોગેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી હતી.
જામનગરના માલધારી હોટલ પાછળ બાકડા ઉપર જાહેરમાં બે ઇસમો ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે. રેઇડ દરમ્યાન આરોપી સાંઢીયાપુલ સરદારનગર કુંભાર સમાજની વાડી પાસે રહેતો યુસુફ મુસા દેસરાણી, હર્ષદમીલની ચાલી, ઘાંચીના કબ્રસ્તાન પાસે રહેતો અબ્દુલ મુસા ખફી બંનેને રોકડા ૧૦૦૫૦ના મુદામાલ સાથે પકડી પાડી હેડ કોન્સ. દેવાયતભાઇ કાંબરીયાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં સીટી-સી ડીવીઝન પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના માણસો સીટી-સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સ્ટાફને હકીકત મળેલ કે ગોકુલનગર જકાતનાકા, કેશવ હોટલ સામે વડલાના ઝાડ નીચે અમુક ઇસમો ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરે છે. તેવી હકીકત આધારે ર સરકારનગર-૧, સાંઢીયાપુલ પાસે રહેતા પરસોતમ રાણા પરમાર, ગોકુલનગર શેરી નં. ૩માં રહેતા મહેશ બાબુલ ભાલીયા, ગોકુલનગર રામનગર-૩માં રહેતા મશરી ખીમાણંદ ભારવાડીયા અને નાઘેડી, મુળ વિજયનગર જકાતનાકા પાસે રહેતા મારખી આલા સુવા આ ચારેય શખ્સોને રેઇડ દરમ્યાન રોકડા ૧૦૧૫૦ના મુદામાલ સાથે પકડી પાડી પ્રવિણસિંહ જાડેજાએ ફરીયાદ આપી હેડ કોન્સ. એફ.એમ. ચાવડાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech