જૂનાગઢમાં રવિવારે રાષ્ટ્રીયકક્ષાની ૧૫મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

  • January 31, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનારને આંબવા તા.૫ ફેબ્રુઆરી ને રવિવારે યોજાનારી ૧૫ મી રાષ્ટ્રીય કક્ષાની  ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૧૩ રાજ્યોના ૬૩૮ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષ કરતાં ૧૮૯ સ્પર્ધકોનો વધારો થયો છે.
​​​​​​​
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ૧ જાન્યુઆરીના રાજ્યકક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી હવે તા. ૫ ના રવિવારે  યુવક અને યુવતિઓ માટેની ૧૫ મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે . ભાઈઓ માટે બે કલાક અને બહેનો માટે દોઢ કલાક માટે યોજાનારી સ્પર્ધામાં  સિનિયર અને જુનિયર ભાઈઓ ,બહેનો મળી કુલ ચાર કેટેગરીમાં યોજાતી સ્પર્ધામાં ૩૦૯ સિનિયર ભાઈઓ, ૧૩૧  જુનિયર ભાઈઓ, ૧૧૨ સિનિયર બહેનો અને ૮૬ જુનિયર બહેનો મળી ૬૩૮ સ્પર્ધકો નોંધાયા છે. ગત વર્ષે ૧૧ રાજ્યોમાંથી ૪૪૯ સ્પર્ધકો નોંધાયા હતા. આ વર્ષે ૧૮૯ સ્પર્ધકોનો વધારો થયો છે. 
ભાઈઓ માટે અંબાજી મંદિર ૫,૫૦૦ પગથીયા અને બહેનો માટે ૨,૨૦૦ પગથિયા માળી પરબ સુધી યોજાનારી ૧૫ મી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌથી વધુ ગુજરાતના ૧૮૦, બિહાર ૧૬૮, દિવ ૧૦૦, હરિયાણા ૭૫, ઉત્તર પ્રદેશ ૨૯, મધ્યપ્રદેશ ૨૩, મહારાષ્ટ્ર ૨૨, રાજસ્થાન ૨૦,જમ્મુ કાશ્મીર ૧૫, કર્ણાટક ૩,કેરળ ,ઝારખંડ અને દમણ માંથી ૧-૧ સ્પર્ધકો નોંધાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application