જંકશન રોડ ઉપર ટ્રેનોના સમયે ટ્રાફિકની ભયાનક અંધાધૂંધી

  • August 03, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાફિક પોલીસના સુપરવિઝનના અભાવે વાહનો રસ્તા વચ્ચે ખડકાઈ જતા દિવસમાં દસ વાર ટ્રાફિકજામ: કોઠી કમ્પાઉન્ડ પાસે ભરાતી શાક માર્કેટમાં પણ ગેરવ્યવસ્થા




શહેરમાં જંકશન રોડ ઉપર દરરોજ ટ્રેનોના સમયે ટ્રાફિક પોલીસના સુપરવિઝનના અભાવે વાહનો આડેધડ ખડકાઈ જવાને કારણે દિવસમાં દસ વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.





રાજકોટ સૌરાષ્ટ્ર્રની મધ્યમાં આવેલું હોવાથી શહેર ઉપરાંત આજુબાજુના જિલ્લાઓના પુષ્કળ પ્રમાણમાં પ્રવાસીઓ રાજકોટ જંકશનથી મુસાફરી કરવાનો પસદં કરતા હોય છે, આ પ્રવાસીઓના ટ્રાફિક ઉપરાંત જંકશન પ્લોટ, ગાયકવાડી, પરસાણાનગર, હંસરાજનગર, સિંધી કોલોની તેમજ રેલનગરના વિશાળ વિસ્તારનો ટ્રાફિક પણ એકમાત્ર જંકશન રોડ ઉપરથી જ શહેરમાં પ્રવેશતો હોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના વેરહાઉસ અને પુરવઠા નિગમના ગોડાઉનોના હેવી વાહનોનો પણ પુષ્કળ ટ્રાફિક રહે છે, આવા સંજોગોમાં ટ્રેનોની આવનજાવન સમયે આ રોડ ઉપર પુષ્કળ વાહનોનો જમાવડો થાય છે, તેમાં પણ વાહનચાલકો યોગ્ય દોરાવણીના ભા વે મન ફાવે ત્યાંથી વાહનો કાઢીને પસાર થવા માંગતા હોય છે, તેના કારણે વાહનો સામસામે અટવાઈ પડવાથી ટ્રાફિકની ભારે અંધાધૂંધી સર્જાય છે, મહત્વના કામે નીકળેલા લોકો અટવાઈ પડવાથી તેમના કામ બગડે છે. ૧૦૮ ઈમરજન્સી કે એમ્બ્યુલન્સ વાહનો ટ્રાફિકમાં ગોટે ચડી જતા હોવાને કારણે દર્દીની હાલત કટોકટીમાં મુકાઈ જાય છે.




જંકશન રોડની આ રોજીંદી સમસ્યા છે, આ એક કિલોમીટરના રોડ ઉપર રેલવે સ્ટેશન પૂં થાય કે તરત જ કોટી કંપાઉન્ડની બંને બાજુ ફટપાથ ઉપર અને નીચે શાકમાર્કેટ શ થઈ જાય છે, આ શાક માર્કેટ ઉપર પણ ટ્રાફિક વ્યવસ્થા ધણીધોરી વગરની છે. આમાં સ્થાનિક તંત્રની મોટી ખામી એ છે કે છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસ જ મૂકવામાં આવતા નથી, ખરેખર જંકશન સ્ટેશનથી કોઠી કમ્પાઉન્ડ સુધીના આ રોડ સવારે ૯:૦૦ થી રાત્રિના ૧૧:૦૦ વાગ્યા સુધી ટ્રાફિક પોલીસની ડુટી ફાળવીને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ એવી માંગ ઉઠી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application