કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'નું ટીઝર થયું રીલીઝ

  • June 24, 2023 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંગના રનૌત ફિલ્મ ઈમરજન્સીમાં ભૂતપૂર્વ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ ભજવી રહી છે.આ ફિલ્મમાં સાલ 1975માં બનેલ ઘટના અંગે દર્શાવામાં આવ્યું છે.આ ફિલ્મ નવેમ્બરમાં રીલીઝ થશે.


ઈમરજન્સી રીલીઝ ડેટ કંગના રનોટે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે તેની ફિલ્મ ઈમરજન્સી આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે. પહેલા તેની રિલીઝ ડેટ ઓક્ટોબર મહિનામાં રાખવામાં આવી હતી. પરંતુ હવે કંગનાએ મોટો નિર્ણય લીધો છે અને તેની રિલીઝ ડેટ વધારી દીધી છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.


કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. કંગનાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું અને એ પણ જણાવ્યું કે તે આ વર્ષે 24 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો કે પહેલા ફિલ્મની રિલીઝ ડેટ ઓક્ટોબર રાખવામાં આવી હતી. પરંતુ હવે તે નવેમ્બરમાં રિલીઝ થશે.


1 મિનિટ 12 સેકન્ડના આ ટીઝરને શેર કરતા કંગનાએ લખ્યું, “રક્ષક કે સરમુખત્યાર? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી છે જ્યારે આપણા દેશના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી. 24મી નવેમ્બરે વિશ્વભરમાં ઈમરજન્સી જાહેર થઈ રહી છે."ઈમરજન્સી આ વર્ષની સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની એક છે. તે હિન્દીમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન કંગના રનૌત દ્વારા કરવામાં આવ્યું છે અને રિતેશ શાહે સ્ક્રિપ્ટ લખી છે.


'ઇમરજન્સી' એક એવી ફિલ્મ છે જે ભારતના પૂર્વ વડાપ્રધાનની સફરને દર્શાવે છે. આ ફિલ્મ બતાવે છે કે તેણે 1975માં બનેલી ઘટનાઓનો કેવી રીતે સામનો કર્યો, જેણે ભારતનો ઈતિહાસ બદલી નાખ્યો. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દેશના ત્રીજા વડાપ્રધાન હતા અને આજ સુધી વધુ સમય માટે વડાપ્રધાન તરીકે ફરજ બજાવનાર એકમાત્ર મહિલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application