ખંભાળિયા પંથકમાં દારૂના વેચાણ તથા પીધેલા શખ્સો સામે તવાઇ

  • February 06, 2023 07:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા સહિત સમગ્ર તાલુકામાં પોલીસ દ્વારા દેશી દારૂના વેચાણ કરતા મહિલાઓ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી હતી. આ સાથે કેફી પીણું પીધેલા શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા.


ખંભાળિયા તાલુકાના ભરાણા ગામેથી વાડીનાર મરીન પોલીસે વિલાસબા ઉર્ફે કાળીબા જશુભા જાડેજા નામના મહિલાના રહેણાંક મકાનમાંથી ત્રણ લિટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. જો કે આ મહિલા આ સ્થળે મળી આવ્યા ન હતા. આ ઉપરાંત ભરાણા ગામના મહિપતસિંહ ભીખુભા ગોહિલના રહેણાંક મકાનમાંથી પણ પોલીસે બે લીટર દેશી દારૂ કબજે કરી, ગુનો નોંધ્યો હતો અને નાસી છૂટેલા મહિપતસિંહ ભીખુભા ગોહિલની શોધ કરી હતી.


ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે રહેતા થારીયા નારણ રૂડાચ નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે ૬ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો. પરંતુ આરોપી લાગ્યો ન હતો. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અનવર મામદ ચમડિયા નામના ૩૮ વર્ષના શખ્સના કબજામાંથી પોલીસે બે લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. ખંભાળિયાના ચુનારાવાસ વિસ્તારમાં રહેતા દિપક રાજા વારંગિયા નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસે ઝડપી લીધો હતો. સલાયા મરીન પોલીસે ઉગમણા બારા ગામના વિપુલ હરિભાઈ મથર નામના ૩૨ વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application