શહેરની ફૂડ શાખા દ્વારા ચોંત્રીસ હોટલ-રેસ્ટોરન્ટ અને ફરસાણવાળાને ત્યાં કરાતું ઓચિંતું ચેકીંગ

  • February 21, 2023 12:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા એક સપ્તાહ દરમિયાન શહેરના જુદા જુદા હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાનો તેમજ માટલા ગુલ્ફીવાળાઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને ૩૩ સ્થળો પર ચેકિંગ હાથ ધર્યા પછી જરૂરી સ્વચ્છતા અંગેની સૂચના અપાઈ હતી, અને બે સ્થળેથી સાડા ચાર કિલો વાસી ભાત અને નુડલ્સના જથ્થાનો નાશ કરાવાયો હતો.


 જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા અઠવાડિક કામગીરીના અનુસંધાને જામનગરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા માટલા ગુલ્ફીવાળા, હોટલ-રેસ્ટોરન્ટ, માવાવાળા, ફરસાણ-મીઠાઇ, ડેરીના  વિક્રેતા ઓને મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, માવો બજારમાંથી ન  લેવો, દૂધ બાળીને જાતે બનાવવો, ગરમીની સીઝનને અનુલક્ષીને માવાનું ડેઈલી રજીસ્ટર નિભાવવું, ટાંકાની યોગ્ય સફાઈ કરવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, પાણીમાં કલોરીનેશન કરવા અંગે તાકીદ કરવામાં આવ્યા હતા.


જેમાં રાજેશભાઈ માટલા ગુલ્ફીવારા-નાગેશ્વર, મનોજભાઈ માટલા ગુલ્ફીવારા, રાધેક્રિષ્ના માટલા ગુલ્ફીવારા, રામપત માટલા ગુલ્ફીવારા, જગુ પ્રજાપતિ માટલા ગુલ્ફીવાળા, રાજપત માટલા ગુલ્ફીવારા, રમેશભાઈ માટલા ગુલ્ફીવારા, હરીશચંદ્ર માટલા ગુલ્ફીવાળા અને હરીશંકર માટલા ગુલ્ફીવાળાનો સમાવેશ થાય છે.


ઉપરાંત તાજ રેસ્ટોરન્ટ-નાગનાથ ગેઈટ, પટેલ રેસ્ટોરન્ટ, એસ.કે.રેસ્ટોરન્ટ, મહાસાગર ચાઈનીઝ, કાનો માલધારી રેસ્ટોરન્ટ-ખોડીયાર કોલોની, ફરહાન ચિકન-દિગ્જામ મીલ રોડ, ચિકન અડ્ડા, કે.જી.એન. સુરમાં સેન્ટર, એ-વન બોમ્બે બિરયાની (શાનુ)-વામ્બે આવાસ, ખોડીયાર માલધારી રેસ્ટોરન્ટ-દિગ્જામ સર્કલ, હોટલ ફોર્ચુન પેલેસ(સેફ્રોન), ગુરૂકૃપા સ્વીટ-ફરસાણ-ખોડીયાર કોલોની, જેન્તીભાઈ માવાવાળા-બેડી ગેઈટ, ધર્મેશભાઇ માવાવાળા, સિધ્ધનાથ માવાવાળા, હરી ઓમ ફરસાણ, કિરીટ ફરસાણ, વિશાલ ટ્રેડીંગ કંપની-ગ્રેઇન માર્કેટ, કમલેશ ડેરી-૫૪ દિગ્વિજય પ્લોટ, અને કમલેશભાઈ માવાવાળા-પંચેશ્વર ટાવર વગેરે સ્થળે ચેક કર્યું હતું.


આ ઉપરાંત નાગનાથ ગેઈટ નજીક આવેલ મહાસાગર ચાઈનીઝ નામની પેઢી માં મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્સન દરમિયાન દોઢ કિલો જેટલા ભાત અને દોઢ કિલો જેટલા નૂડલ્સ વાસી જણાતાં સ્થળ પર નાશ કરાવાયો હતો.
ત્યારબાદ ખોડીયાર કોલોની વિસ્તાર માં આવેલા કાનો માલધારી રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્સન દરમિયાન ૨ કિલો નૂડલ્સ વાસી  જણાતાં સ્થળ પર નાશ કરાવાયો હતો, તેમજ ઓનલાઈન તેમજ ઓફલાઇન આવેલી ફરીયાદ નો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application