સની દેઓલનો પુત્ર કરણ અને દ્રિષા આચાર્ય લગ્નના બંધનમાં બંધાયા! 

  • June 18, 2023 09:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સની દેઓલના પુત્ર અને અભિનેતા કરણ દેઓલ જાણીતા ફિલ્મ નિર્માતા બિમલ રોય ની પૌત્રી દ્રિષા આચાર્યના લગ્નની વિધિઓના ફોટા સામે આવ્યા છે. 


લગ્નનું ફંક્શન મુંબઈની તાજ લેન્ડ એન્ડ હોટલમાં યોજાયું હતું. કરણ અને દ્રિષાના લગ્ન આર્ય સમાજ પદ્ધતિથી અગ્નિની સામે સાત ફેરા સાથે કરવામાં આવશે. સાંજે જ આ હોટલમાં લગ્નનું રિસેપ્શન પણ યોજાશે.

કરણ દેઓલે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ 2021માં તેણે ફિલ્મ વેલેમાં પણ કામ કર્યું હતું. જ્યારે દ્રિષાના પિતા સુમિત આચાર્ય અને માતા ચીમુ આચાર્ય દુબઈમાં રહે છે. દ્રિશા તેની માતાની પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નેશનલ પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application