બોટાદથી ગાંધીગ્રામ અને ધ્રાંગધ્રા સુધી દોડશે "સમર સ્પેશિયલ ટ્રેન"

  • April 14, 2023 12:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર રેલ્વે મંડલના બોટાદ સ્ટેશનથી ગાંધીગ્રામ અને ધ્રાંગધ્રા સુધી 15.04.2023 થી 30.06.2023 સુધી વિશેષ ભાડા પર દૈનિક "સમર સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનું નક્કી કર્યું છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો આ મુજબ છે


બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશિયલ ગાંધીગ્રામ - બોટાદ દૈનિક સમર સ્પેશિયલ ગાંધીગ્રામ થી દરરોજ 09.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.15 કલાકે બોટાદ પહોંચશે. તેવી જ રીતે, બોટાદ – ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ બોટાદથી દરરોજ 14.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18.05 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન અલાઊ, સારંગપુર રોડ, જાલીલા રોડ, ચંદરવા, ભીમનાથ, તગડી, ધંધુકા, રાયકા, ધોળી ભાલ, હડાળા ભાલ, લોલિયા, લોથલ ભુરકી, અરણેજ, કોઠ ગાંગડ, ગોધનેશ્વર, ધોળકા, બાવળા, મટોડા, મોરૈયા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.


બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ દૈનિક સમર સ્પેશિયલ (ડેમુ ટ્રેન) બોટાદ - ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશિયલ બોટાદથી દરરોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 06.45 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. તેવી જ રીતે ધ્રાંગધ્રા - બોટાદ દૈનિક સમર સ્પેશિયલ ધ્રાંગધ્રાથી દરરોજ 06.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 09.25 કલાકે બોટાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application