વરસાદ ગાયબ થઈ જતા ઉનાળા જેવી ગરમી: ભાવનગરમાં 34.5 ડિગ્રી

  • August 12, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ગરમીમાં રાહત પરંતુ આખો દિવસ લોકો હેરાન


છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે. મોનસુન ટ્રફ નો પશ્ચિમી છેડો છેલ્લા એકાદ સપ્તાહથી હિમાલય તળેટીમાં ઘૂસી ગયા બાદ વરસાદને બ્રેક લાગી છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે.

એક સપ્તાહ પહેલા ગુજરાતના તમામ શહેરોમાં મહત્તમ તાપમાન નો પારો 30 ડિગ્રી થી નીચે હતો પરંતુ આજે ગુજરાતમાં 30 થી 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી એકાદ સપ્તાહ માટે સારા વરસાદના કોઈ ચિહ્ન નથી અને તેના કારણે ગરમીનું જોર વધતું રહેશે. આજે ભાવનગરમાં 34.3 રાજકોટમાં 32 સુરેન્દ્રનગરમાં 32.8 અમરેલીમાં 32.2 કંડલામાં 32.3 વલ્લભ વિદ્યાનગરમાં 33.9 ડીસામાં 31 અને અમદાવાદમાં ૩૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.

ઉતરાખંડ સિક્કિમ આસામ જેવા અમુક રાજ્યોમાં વરસાદ છે પરંતુ બાકી બધે જ સામાન્ય ઝાપટાને બાદ કરતા વરસાદ ગાયબ થઈ ગયો છે.


સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન આંધ્રપ્રદેશના તુનીમાં 38.5 ડિગ્રી

આંધ્ર પ્રદેશ કર્ણાટકા અને તામિલનાડુમાં પણ લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં તો હવામાન વિભાગે લોકોને અકળાવનારી ગરમી અને બેચેનીથી સાવધ રહેવા અપીલ કરી છે. આજે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન આંધ્રપ્રદેશના દરિયા કાંઠા વિસ્તારમાં આવેલા તુની શહેરમાં 38.5 ડિગ્રી નોંધાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application