સાંસદ રામ મોકરિયાની રજૂઆતને સફળતા : કોરોનામાં બંધ થયેલી ઓખા વિરમગામ ટ્રેન રાજકોટ જંકશન ખાતેથી ફરી નિયમિત ચાલુ થશે

  • June 02, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી ઓખા વિરમગામ ટ્રેન રાજકોટ જંકશન ખાતેથી નિયમિત ચાલુ કરવાની રજૂઆત રાજ્ય સભાના સાંસદ રામ મોકરીયાએ કરી હતી. જે રજૂઆતને સફળતા મળી છે. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે ઓખા વિરમગામ ટ્રેન ટુંક સમયમાં ચાલુ કરવાની ખાતરી આપી છે. કોરોના કાળમાં રાજકોટ જંકશન સ્ટેશન ખાતેથી અમુક રૂટની ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જેને કારણે પ્રવાસીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો, ત્યારે પ્રવાસીઓની આ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ રાજ્ય સભાના સાંસદ રામ મોકરીયાએ કોરોના પહેલા ઓખા વિરમગામની ટ્રેન જે વહેલી સવારે ઓખાથી ઉપડતી હતી અને સવારે અંદાજિત 9:30 વાગ્યે રાજકોટ આવતી હતી અને સાંજે 18.15 વાગ્યે રાજકોટથી ઉપડતી હતી અને રાત્રિના બાર વાગ્યાની આસપાસ ઓખા પહોંચતી હતી આ ટ્રેન દ્વારા પ્રવાસીઓને સારી સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વહેલી સવારે લોકોને દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરમાં ઠાકુરજીની આરતીના દર્શનનો લાભ મળતો હતો. આમ આ ટ્રેન લોકોને વધુ અનુકૂળ હતી પરંતુ કોરોના કાળમાં બંધ કરાયેલી આ ટ્રેન હજુ સુધી ચાલુ ન થતા સાંસદ રામ મોકરીયાએ દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી તેમજ જનરલ મેનેજર વેસ્ટન રેલવે મુંબઈને ઓખા રાજકોટ વિરમગામ ટ્રેન ફરી ચાલુ કરાવવા રજૂઆત કરી હતી. ત્યારે સાંસદ રામભાઈ ની રજૂઆતને સફળતા આવી છે. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવએ આ બાબતે હકારાત્મક અભીગમ દાખવીને ઓખા રાજકોટ વિરમગામ ટ્રેન ટૂંક સમયમાં ચાલુ કરાવવાની બાહેધરી આપી છે. તેમજ અગાઉ રાજકોટ સુધી લંબાવી આપવા અથવા ટ્રેનોને સપ્તાહમાં બે અથવા ત્રણ દિવસ રાજકોટ સુધી આપવાની પણ રજૂઆત કરી હતી તે પૈકી 10 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવી આપવામાં આવશે. તદઉપરાંત આ નવી ટ્રેન ચાલુ થવા જઈ રહી છે આમ આ નવી ટ્રેન ચાલુ થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application