વિકાસગૃહ રોડ પર સિટી બસની ઠોકરે રેંકડી: સામાન વેરણ-છેરણ

  • April 01, 2023 01:20 PM 

જામનગરમાં વિકાસગૃહ રોડ પર આજે સવારે એક સીટી બસના ચાલકે એક રેકડીને ઠોકર મારી દઈ ઊંધી વાળી દીધી હતી, જેથી રેકડીમાં રાખેલો માલસામાન માર્ગ પર ઢોળાયો હતો, જ્યારે રેંકડી ચાલક ને સામાન્ય ઇજા થઈ હતી. ત્યારે સીટી બસ નો ચાલક અકસ્માતના બનાવ પછી બસ છોડીને ચાલ્યો ગયો હતો,

​​​​​​​
જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો અટવાયા હતા, ઉપરાંત ટ્રાફિક  જામ  ના દ્રશ્યો પણ સર્જાયા હતા. સીટી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને માર્ગ પરથી સીટી બસ ને દૂર કરાવી લઈ, વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, જ્યારે સીટી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application