૧૨ વર્ષના કિશોરની અનેરી સિદ્ધિ: માત્ર ૧ મિનિટમાં અને કાકડિયા દધયગં ૭૫ ગુણાકારના દાખલા ગણીને ઇન્ડિયા સ્ટાર વલ્ર્ડ રેકોડર્સમાં નામ નોંધાવ્યું કોણ કહે છે કે સ્વપન સાચા નથી થતાં? જો દિલથી મહેનત કરી હોય તો કંઈપણ અશકય નથી. ગોંડલના કિશોરે એ સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષકો અને માતાપિતા દ્રારા યોગ્ય માર્ગદર્શન મળે અને મહેનત કરવામાં આવે તો સફળતાની સિદ્ધિ સુધી પહોંચી શકાય છે. કાકડિયા દધયગં એ ૭૫ ગુણાકારના દાખલા ગણીને ઇન્ડિયા સ્ટાર વલ્ર્ડ રેકોર્ડસમાં નામ નોંધાવ્યા છે. આમ, ૧૨ વર્ષના કિશોરે ગણિતની દુનિયામાં અદ્રિતીય રેકોર્ડ બનાવ્યા છે, જેના માટે તેઓ છેલ્લ ા ૧૬ મહિનાથી રોજની ૨થી ૩ કલાકની તૈયારી કરતા હતા. તો ચાલો... જાણીએ તેમની આ અનેરી સિદ્ધિ વિશે... માત્ર ૧ મિનિટમાં ગણિતના અઘરા દાખલા ગણીને રેકોર્ડ સર્યેા તમને કોઈ પૂછે કે ૬૮ ને ૭ વડે ગુણીએ તો શું જવાબ આવે ? શું આવો જવાબ કોઈ સાંભળતાંવેંત તરત જ આપી શકે? અને કદાચ જો કેલ્કયુલેટરમાં આ જોઈએ તોપણ ૫ સ્વિચ દબાવતાં પણ ૩ સેકન્ડ તો થાય જ. જો જવાબ લખવાનું કહે તો ૨ આંકડા લખવામાં પણ ૨ સેકન્ડ તો જોઈએ. હવે જો કોઈ પૂછે કે ૧ મિનિટમાં આવા કેટલા ભાગાકાર કે ગુણાકાર થઈ શકે તો આપણો જવાબ શું હોય વિચારો જરા. તો આ કિશોરે માત્ર ૧ જ મિનિટ એટલે કે ખાલી ૬૦ સેકન્ડની અંદર ગણિતના અઘરા કહી શકાય એવા ગુણાકારનો અદભુત, અદ્રિતીય અને અકલ્પનીય દાખલા ગણીને રેકોર્ડ બનાવ્યો છે.
ટેકનોલોજીના આ યુગમાં યારે મોટા ભાગનાં બાળકો હવે ભણવામાં પણ કેલ્કયુલેટરનો ઉપયોગ કરવા લાગ્યાં છે. ત્યારે ગોંડલનાં બાળક એ માનવમગજની અદભુત ક્ષમતાઓ ફરી એક વખત સાબિત કરી આપી છે. જો કોઈ બાળક ધ્યાન દઈને એનો ઉપયોગ કરે તો તેના માટે કઈં જ અશકય નથી. બાળકોને ગણિત આજે એક અઘરો વિષય લાગતો હોય છે. ટેબલ કે ઘડિયા પાકા કરવાના હોય કે ભાગાકાર ગણવાના હોય ત્યારે મોટે ભાગે બાળકો મૂંઝાઈ જતાં હોય છે. ત્યારે ગોંડલનાં બાળક એ અદભુત કમાલ કરી બતાવી છે. માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાના માર્ગદર્શન નીચે ૧૨ વર્ષના કાકડિયા ધ્ધયગં દિલીપભાઈએ ગણિતની દુનિયામાં વિશ્વ સમક્ષ અદ્રિતીય રેકોર્ડ કર્યેા છે.
દીકરા થકી પિતાની ઓળખ ઊભી થાય એ ક્ષણ આવી કાકડિયા દધયગં દિલીપભાઈ રાજકોટ રહે છે. દિલીપભાઇ એકાઉન્ટિંગની ઓફિસ ધરાવે છે. રાજકોટથી ગોંડલ રિવર્સ અપડાઉન કરે છે. તેમણે જણાવ્યું હતું કે લોકો નાના સિટીમાંથી મોટા સિટીમાં અભ્યાસ માટે જાય છે, પણ મારા બાળકને આગળ કરવા માટે હત્પં રાજકોટથી ગોંડલ મોકલું છું. વર્તમાન સમયમાં કોઈપણ પેરેન્ટસ માટે આ એક ઉત્તમ ઉદાહરણપ છે. તેમણે પોતાના બાળકના ઉવળ ભવિષ્ય માટે અને તેને સારામાં સારી તાલીમ મળી શકે એ માટે રાજકોટથી ગોંડલ અઠવાડિયામાં બાળકના અનુકૂળ સમય પર પહોંચતા અને તેને શીખવા માટે પ્રોત્સાહન આપતા હતા. સામાન્ય રીતે કોઈપણ સ્પર્ધામાં માતાપિતા રેન્ક માટે જ ભાગ લેવડાવતાં હોય છે. ત્યારે દિલીપભાઈએ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર સત્તત ત્રણ વર્ષ બાળક માટે પૂરતો સમય ફાળવ્યો અને આજે દીકરા થકી પિતાની ઓળખ ઊભી થાય એ ક્ષણ આવી ગઈ છે
આજ સુધીમાં આવો કોઈ રેકોર્ડ કયાંય જ નથી કાકડિયા દધયગં દિલીપભાઈએ ૧ જ મિનિટમાં ૭૫ ગુણાકાર કરીને ઇન્ડિયા સ્ટાર વલ્ર્ડ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવીને ગોંડલ માટે સુવર્ણ અવસર બનાવ્યો છે. સમગ્ર વિશ્વકક્ષાએ આ એક અદ્રિતીય રેકોર્ડ છે, કેમ કે આજ સુધીમાં આવો કોઈ રેકોર્ડ કયાંય જ નથી. ગોંડલનાં આ બાળક અને તેમને તૈયાર કરનાર શિક્ષકે એ સાબિત કરી આપ્યું છે.
કાકડિયા દધયગં દિલીપભાઈએ મલેશિયા ખાતે યુસીમાસની મેન્ટલ એરિથમેટિક આંતરરાષ્ટ્ર્રીય સ્પર્ધામાં ભાગ લઈને દ્રિતીય રેન્ક મેળવેલો છે. આ બાળક નું ડો.દીપક મશ દ્રારા સર્ટિફિકેટ અને મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લ ેખનીય છે કે ડો દીપક મશ મલ્ટીપલ રેકોર્ડ બુકસ સંસ્થા સાથે સંકળાયેલા છે અને તેમના માર્ગદર્શન હેઠળ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
માતા–પિતા જો બાળકને મોબાઈલના બદલે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે તો ચોક્કસ બાળકમાં રહેલી નવી–નવી ક્ષમતાઓ બહાર આવે જ. નવી એયુકેશન પોલિસી પણ બાળકોને આજ બાબત પર લઈ જાય છે. કોઈપણ બાળકનું લય માકર્સ નહિ, સ્કિલને ડેવલપ કરવા માટે હોવું જોઈએ, સાથે જ માતા–પિતાએ અપેક્ષા રાખ્યા વગર બાળકને કોઈપણ એક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવાનો છે. જો બાળક પાસે કોઈપણ એક સ્કિલ હશે તો એ કયાંય પાછું નહિ પડે.
બાળકોમાં અદભુત શકિતઓ પડેલી છે. જર છે બસ તેમનામાં રહેલી આ શકિતઓને ઉજાગર કરવાની. તેમને યોગ્ય વ્યકિત દ્રારા ચોક્કસ માર્ગર્શન મળી રહે, માતા–પિતા બાળકોમાં પૂરો વિશ્વાસ મૂકે તો બાળકો તેમના મનગમતા ક્ષેત્રમાં વિકાસ કરશે જ. માત્ર તેમને પૂરતી તક આપવી એટલું જ નથી, પરંતુ પ્રોત્સાહન અને સમય પણ આપવો પડે. રાતોરાત કોઈ જ સિદ્ધિ નથી મળતી. સખત અને યોગ્ય દિશામાં જો થાકયા કે નિરાશ થયા વગર કોઈ બાળક મહેનત કરે તો તે ધારે એ મેળવી શકે છે. ગોંડલનાં આ બાળક ની સિદ્ધિ માટે તેમને ગોંડલના પ્રબુદ્ધ નાગરિકો અને સંસ્થાઓ દ્રારા આ અનેરી સિદ્ધિ માટે અભિનંદન આપવામાં આવી રહ્યાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMદ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા કુબેર વીસોત્રિના એએસઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપીએ સન્માનિત કર્યા
December 23, 2024 12:09 PM3 દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ માર્કોએ મચાવ્યો તહેલકો
December 23, 2024 12:09 PMભારતની નંબર 1 ફિલ્મ બની અલ્લુ અર્જુનની ફિલ્મ
December 23, 2024 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech