અહીં સ્ટ્રીટ લાઇટ વીજળીથી નહીં પણ આ સૂક્ષ્મ જીવાતથી ચાલે છે, બેક્ટેરિયાથી ચાલતી આ ટેક્નોલોજીની ભારતમાં તાતી જરૂર

  • April 05, 2023 06:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સામાન્ય રીતે લોકો બેક્ટેરિયાથી દૂર ભાગે છે અને તેનાથી બચવાના ઉપાયો કરતા રહે છે. કેમ કે બેક્ટેરિયાનું નામ પડતાં જ મગજમાં સૂક્ષ્મ જીવાણુની છબી ઉભરી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.  કલ્પના કરો કે જ્યાં દુનિયાભરના લોકો આ જીવાણુંઓથી દૂર રહેવા માંગે છે, જેને હાનિકારક જીવ તરીકે જોવામાં આવે છે, જ્યારે ફ્રાન્સના એક શહેરમાં બેક્ટેરિયાનો ઉપયોગ અલગ રીતે થઇ રહ્યો છે. અહીં જાહેરાતોના હોર્ડિંગ્સની રોશની વિજળીના બદલે બેક્ટેરિયાની મદદથી  કરવામાં આવી રહી છે.

ફ્રાન્સના રોમ્બુઇ શહેરમાં એક અનોખી ટેકનિક પર કામ કરવામાં આવી રહ્યું છે. અહીં વીજળીના બદલે 'ગ્લુવર્મ' કે ડીપ સી માછલીમાં જોવા મળતા બેક્ટેરિયાનો લાઇટિંગ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખરેખર, આ બેક્ટેરિયામાં 'લ્યુસિફેરીન' નામનું રસાયણ હોય છે, જે ઓક્સિજનના સંપર્કમાં આવતાની સાથે જ ફોટોન એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ રસાયણ ઓક્સિજન મળતાં જ પ્રકાશ ઉત્પન્ન કરે છે.

અહેવાલ અનુસાર, સ્થાનિક લોકો આ પ્રયોગની પ્રશંસા કરી રહ્યા છે. એક મહિલા કહે છે કે સ્ટ્રીટ લાઇટ અથવા ફૂટપાથની લાઇટિંગ માટે તેનો ઉપયોગ ખરેખર એક પ્રશંસનીય પ્રયાસ છે. જો કે, તેનાથી થોડો ઓછો પ્રકાશ મળે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ શહેરમાં કરો છો, તો તે લાભદાયી સાબિત થશે.

નિષ્ણાતો કહે છે કે ઇલેક્ટ્રિક લેમ્પ્સ વધુ પ્રકાશ ફેંકે છે, તેમ છતાં તે આંખોને ચકિત થય જાય છે. બેક્ટેરિયા ધરાવતા આ લેમ્પ આંખોમાં જરા પણ નુકશાન નહીં કરે અને રોશની માટે વીજળીની જરૂર નહીં પડે. આવા લેમ્પ્સ 'ગ્લોઈ' નામની કંપની બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે તેઓ આ ટેક્નોલોજીને મોટા સ્તર પર લઇ ઈચ્છે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application