સૌરાષ્ટ્ર યુનિ.એ પહેલા ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાનો જાહેર કર્યો પરિપત્ર, વિવાદ થતા તાત્કાલિક પરિપત્ર રદ

  • July 06, 2023 04:15 PM 



જે દેશમાં રહીએ છીએ તેની સંસ્કૃતિ જાણવી તે અતિ આવશ્યક છે. બાળકોને જો નાનપણથી સંસ્કૃતિ વિશે માહિતગાર કરવામાં આવે તો તેના ઘણા ફાયદા થાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધેલા નિર્ણયને લઈને ભારે ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવા કોલેજોને પરિપત્ર કર્યો છે.   


આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા નીદત બારોટે રજૂઆત કરી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ધ્વારા હાલમાં જ પરિપત્ર કરીને ભારતીય સંસ્કૃતિ વિષય બંઘ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણય દુઃખદ છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ માં દેશના વડાપ્રઘાને લોકસભાની અંદ૨ જયારે રાષ્ટ્રીય શિક્ષા નીતિ જાહેર કરી ત્યારે જણાવ્યું હતું કે હવે પછીના સમયમાં આ દેશ ભારતીય સંસ્કૃતિના જ્ઞાન સાથે આંતર રાજય સંસ્કૃતિના આદાન પ્રદાન સાથે આગળ વઘશે. સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી પણ ભારતીય સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત રહે તે કદાપી ચલાવી લેવાઈ નહિ. હાલમાં સ્નાતક કક્ષાએ ચાલતો ભારતીય સંસ્કૃતિ વિષયને બંઘ કરવાની જરૂર નથી, પરંતુ રાજય સ૨કા૨ને દરખાસ્ત કરીને આ અભ્યાસકમને અનુસ્નાતક કક્ષાએ અને ડોકટરેટ કક્ષાએ ચલાવવાની આવશ્યકતા છે. સૌરાષ્ટ્રનો યુવાન ભારતીય સંસ્કૃતિના જ્ઞાનથી દુર રહે તે પ્રકારનો નિર્ણય યુનિવર્સિટીનો નિંદાને પાત્ર છે. તાત્કાલિક અસ૨થી ગુજરાત સ૨કા૨ ધ્વારા ભારતીય સંસ્કૃતિના શિક્ષકની નિયુકિત થાય તેનો આપે પ્રયાસ કરવો જોઈએ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક કેન્દ્રનો પ્રારંભ કરાવવો જોઈએ.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બહાર પાડેલ ભારતીય સંસ્કૃતિનો વિષય બંઘ કરવાનો પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલો પરિપત્ર આ મુજબ છે  


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજના આચાર્યો, અનુસ્નાતક કેન્દ્રો, માન્ય સંસ્થાના વડાઓને જણાવવાનું કે, અધ્યાપક ન હોવાથી ભારતીય સંસ્કૃતિ વિશેની પસંદગી તથા માસ્ટર ઓફ અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક વર્ષ 2023-24ના પ્રથમ સત્રથી વિદ્યાર્થીઓને વિષય પસંદગી ન કરવા દેવા જેની સર્વે સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.     


ભારતીય સંસ્કૃતિ વિશે ભણાવવા માટે પ્રોફેસર ગોતવાને બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તો વિષય જ બંધ કરી દેવાનો આદેશ કરતા વિવાદ છેડાયો છે.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભારતીય સંસ્કૃતિ વિષયને લઈને સર્જાયેલા વિવાદનો મામલે ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીનએ નિવેદન આપ્યું છે. એક જ કોલેજમાં આ અભ્યાસક્રમ ચાલતો હતો, જેથી આ પરિપત્ર કરવામાં આવ્યો હતો. વિવાદ સર્જતા પરિપત્ર રદ્દ કરવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી મુજબ ભારતીય સંસ્કૃતિ સહિતના વિષયોનો અભ્યાસક્રમ કરાવવામાં આવશે જ. ભારતીય સંસ્કૃતિના વિષયના શિક્ષક ન હોવાથી આ નિર્ણય કર્યો હતો પરંતુ પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application