માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીના રૂા.૧.૭૦ લાખની રોકડની ચોરી

  • March 15, 2023 09:38 PM 

માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીના રૂા.૧.૭૦ લાખની રોકડની ચોરી
વેપારી શાકભાજીની ગાડી સાઇડમાં રખાવતા હતા અને ગણતરીની મિનીટમાં ટેબલ પર પડેલી ચાવી વડે કબાટમાંથી બેગ ઉઠાવી લીધી: તસ્કર સીસીટીવીમાં કેદ




શહેરના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા શેડમાં કબાટમાંથી વેપારીના પિયા ૧.૭૦ લાખ રોકડ ચાર ચેકબુક એટીએમ કાર્ડ સહિતની મત્તા ચોરી થઈ ગયાની બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાના પગલે પોલીસે સીસીટીવી ફટેજ ચકાસતા તેમાં એક શખસ બેગ લઈને જતો નજરે પડે છે. આ ફટેજના આધારે પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.



ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી શેરી નંબર ૪ માં રહેતા મહેશભાઈ વિનોદભાઈ તલસાણીયા (ઉ.વ ૨૯) દ્રારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ માર્કેટયાર્ડમાં કમિશન પર શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.





ફરિયાદમાં બનાવ અંગે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૩૩ ના બપોરના એકાદ વાગ્યા આસપાસ વેપારી પોતે માર્કેટ યાર્ડમાં જય રામનાથ ટ્રેડિંગના ખુલ્લા શેડમાં શાકભાજીનો વેપાર કરતા હતા. દરમિયાન શાકભાજીની ગાડી આવતા તેઓ ટેબલ પર કબાટની ચાવી રાખી ગાડી સાઈડમાં રખાવા માટે ગયા હતા. ગાડી રખાવ્યા બાદ પરત ફરતા અહીં ટેબલ પર રાખેલી ચાવી જોવા મળી ન હતી. તપાસ કરતા કોઈએ આ ચાવી દ્રારા કબાટ ખોલી તેમાંથી રોકડ આશરે પિયા ૧.૭૦ લાખ તથા ફરિયાદીના પત્નીનું આધાર કાર્ડ–પાનકાર્ડ, ત્રણ એટીએમ કાર્ડ અને ચાર ચેકબુક સહિતની મત્તા જે એક થેલામાં હોય તે બેગની ચોરી થઈ ગયાનું માલુ પડું હતું. જેથી તેમણે આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી.




ચોરીની આ ઘટનાને પોલીસે અહીંના સીસીટીવી ફટે ચકાસતા વેપારી ગાડી સાઈડમાં રખાવા ગયા તે સમયે એક શખ્સ અહીં આવી કબાટમાંથી બેગ કાઢતો હોવાનું નજરે પડું હતું.જે ફટેજ ના આધારે પોલીસે આ શખ્સને ઝડપી લેવા શોધખોળ શ કરી છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ કે.ડી.મા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application