બ્રિજભૂષણ સામે 7 મહિલા કુસ્તીબાજોના નિવેદન નોંધાયા, છતાં તારીખો પર થયો વિવાદ

  • May 06, 2023 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ કુસ્તીબજોના પ્રદર્શન પર હવે વિવાદ વકરી રહ્યો છે. કુસ્તીબાજોની છેડતીના મામલામાં કાર્યવાહી કરતી વખતે દિલ્હી પોલીસે આજે તમામ 7 ફરિયાદી કુસ્તીબાજોના નિવેદનો નોંધ્યા છે. આ નિવેદનો નવી દિલ્હી જિલ્લામાં તેમના વકીલની હાજરીમાં નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ફરિયાદીઓએ અલગ-અલગ ઘટનાઓ વિશે જણાવ્યું, પરંતુ કોઈ પણ કુસ્તીબાજને છેડતીની તારીખ યાદ નથી. પોલીસનું કહેવું છે કે હવે ટૂંક સમયમાં જ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન નોંધવામાં આવશે.


આ પહેલા ગુરુવારે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીના જંતર મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને કહ્યું હતું કે સરકારે ખેલાડીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે સરકારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓની તમામ વાજબી માંગણીઓ સ્વીકારી લીધી છે. દિલ્હી પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે. દોષિતો સામે કાર્યવાહી કરશે.


નોંધનીય છે કે 23 એપ્રિલથી કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેમની ધરપકડની માંગણી સાથે ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી જેમાં બ્રિજ ભૂષણ સામે જાતીય સતામણીનો કેસ નોંધવાના આદેશની માંગણી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application