કાલાવડ ખાતે રાજ્યકક્ષાની અંડર-૧૪ સોફ્ટબોલ સ્પર્ધા સંપન્ન

  • December 05, 2023 03:49 PM 

કાલાવડ ખાતે રાજ્યકક્ષાની અંડર-૧૪ સોફ્ટબોલ સ્પર્ધા સંપન્ન

ભાઇઓની ૫૭ અને બહેનોની ૫૪ ટીમોના ૧૮૦૦ જેટલા ખેલાડીઓ સ્પર્ધામા ઉત્સાહભેર થયાં સહભાગી

ભાઈઓ તથા બહેનોની સ્પર્ધામાં આણંદની ડી.એસ.પટેલ હાઈસ્કુલ પ્રથમ ક્રમે વિજેતા


ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત SGFI સીધી રાજ્યકક્ષાની અંડર ૧૪ ભાઇઓ અને બહેનોની સોફ્ટબોલ સ્પર્ધા તા.૦૧/૧૨/૨૦૨૩ થી તા.૦૪/૧૨/૨૦૨૩ સુધી કાલાવડના નચીકેતા વિદ્યા સંકુલના મેદાન પર ખુબજ સુંદર રીતે યોજાઈ હતી.



આ સ્પર્ધામા સમગ્ર રાજયમાંથી ભાઇઓની ૫૭ અને બહેનોની ૫૪ ટીમોના ૧૮૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ભાઇઓમાં પ્રથમ ક્રમે ડી.એસ.પટેલ હાઇસ્કુલ-આણંદ, બીજા ક્રમે ડી.એન.જે.આદર્શ હાઇસ્કુલ-બનાસકાંઠા અને ત્રીજો ક્રમે સુમન વિદ્યાલય –અમદાવાદે પ્રાપ્ત કરેલ જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે ડી.એસ.પટેલ હાઇસ્કુલ-આણંદ, બીજા ક્રમે શ્રી પી.કે.એમ.અપ્પર પ્રાયમરી ગર્લ્સ સ્કુલ- જુનાગઢ અને ત્રીજા ક્રમે નોરતોલ પ્રાથમીક શાળા નં.૧- મહેસાણાએ પ્રાપ્ત કરેલ. વિજેતા ખેલાડિઓને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યાં હતાં તેમજ વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી થયેલ ગુજરાત રાજયની સોફ્ટબોલ ભાઇઓ તથા બહેનોની ટીમ રાષ્ટ્રીયકક્ષાએ રાંચી- છત્તીસગઢ ખાતે રમવા જશે.



ખેલાડીઓને રહેવાની, જમવાની, નિવાસ અને આવવા-જવા માટેના પ્રવાસભથ્થાની વ્યવસ્થા ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત ગમત અધિકારી જામનગર દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર સ્પર્ધા ખેલાડીઓ માટે સંતોષકારક વાતાવરણમાં પૂર્ણ થઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application