૨૦૨૨માં સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત 19% વધીને 8.7 હજાર કરોડ પહોચી, નોંધણી ચાર્જમાં ઘટાડાના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમા તેજી

  • February 03, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ-19 રોગચાળા પછી તેજી સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે વર્ષ 2022માં પ્રભાવશાળી પ્રદર્શન થયું છે, જેમાં મિલકતની નોંધણીમાં 11% અને સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીના સ્વરૂપમાં સરકારની આવકમાં 19% વધારો થયો છે.

સત્તાવાર માહિતી અનુસાર, 2022માં રાજ્યમાં નોંધાયેલી મિલકતોની સંખ્યા 15,97,188 હતી, જે અગાઉના વર્ષમાં નોંધાયેલી 14,29,607 મિલકતો કરતાં 11% વધુ છે. સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાંથી સરકારની આવક પણ 2021માં રૂ. 7,337.9 કરોડથી વધીને 2022માં 19%ના વધારા સાથે રૂ. 8,769 કરોડ થવાની ધારણા છે.

રાજ્યએ 2020ની સરખામણીએ 2022 માં મિલકતની નોંધણીમાં 57% અને સ્ટેમ્પ ડ્યુટીથી ઈ-આવકમાં 94% વધારો નોંધ્યો હતો. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલ મિલકતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં 2020માં 1.73 લાખ મિલકતોની નોંધણી થઈ હતી, જે વધીને 2021માં 2.63 લાખ અને 2022માં 2.96 લાખ થઈ હતી.

સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાંથી આવક વધી. 2020માં રૂ.1,331 કરોડથી 2021માં રૂ. 2,310 કરોડ નોંધાઈ છે. જયારે 2022માં અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી સરકારની આવક રૂ. 2,963 કરોડ હતી.
​​​​​​​

ઉદ્યોગ સૂત્રો મુજબ મિલકતની નોંધણીમાં સતત વધારો થવાનું વલણ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે તેજી સૂચવે છે, ત્યારે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જમાં ઘટાડો રિયલ એસ્ટેટને વધુ વેગ આપશે.

કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI), ગુજરાતના ચેરપર્સન અજય પટેલે જણાવ્યું હતું કે, “રોગચાળા દરમિયાન નાણાકીય અનિશ્ચિતતાને કારણે લોકોએ તેમની રોકાણ યોજનાઓ મુલતવી રાખી હતી. તેની સ્પિલઓવર અસર હવે જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં વધારો થયો છે, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી ચાર્જમાં ઘટાડો આ ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપશે." અમદાવાદના ક્રેડાઈના ચેરમેન તેજસ જોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને એનઆરઆઈ પણ શહેરમાં મિલકતો ખરીદી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application