વીરપુરમાં સ્મશાન ખાતે મધ્યરાત્રીએ મહાદેવની વિશેષ આરતી, દીવડાઓથી દીપી ઊઠ્યુ સ્મશાન, જુઓ વિડીયો

  • February 19, 2023 09:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ભારતભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામધામ ખાતે આવેલ મુક્તિધામ એટલે કે સ્મશાનમાં બિરાજતા મુક્તેશ્વર મહાદેવની મહાઆરતી રાત્રે બાર વાગ્યે કરવામાં આવી હતી,સામાન્ય રીતે લોકો રાત્રીના સમયમાં સ્મશાનમાં જતા ડરતા હોય છે પરંતુ વીરપુર સ્મશાનનું આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર ખુબજ પૌરાણિક હોઈ દરવર્ષે મહાશિવરાત્રી નીમિતે ગામના સેવાભાવી યુવાનો દ્વારા દાયકાઓ જૂની પરંપરા મુજબ ડાક-ડમરૂ સાથે મધ્ય રાત્રીના વિશેષ આરતી કરાય છે, સ્મશાન ને  ૨૧૦૦ દિવડાથી ઝગમગાવી પ્રગટાવીને રોશની કરવામાં આવે છે, આ ઉપરાંત ભજન કીર્તન સાથે  મહાઆરતી બાદ ભાંગનો પ્રસાદ પણ શિવભક્તોને આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application