ભાજપના મહિલા કોર્પેારેટરના પુત્રે પિતાની રિવોલ્વર સાથે રીલ્સ બનાવી

  • January 24, 2023 12:18 AM 


રિવોલ્વર સાથે કારના બોનેટ પર બસી રૌફ જામવ્યો: મહિલા કોર્પેારેટરના વાઇરલ થયેલા વીડિયોમાં પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? ભારે ચર્ચા




ભાજપના મહિલા કોર્પેારેટરના પુત્રએ પિતાની રિવોલ્વર લઈને રીલ્સ બનાવી છે. આ રીલ્સ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આવી અનેક રીલ્સ પર પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ આ ભાજપના મહિલા કોર્પેારેટરના પુત્ર હોવાથી તેની સામે કાર્યવાહી થશે કે નહીં તેને લઇ ભારે ચર્ચા જાગી છે.





સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં એવું દેખાઇ રહ્યું છે કે,વોર્ડ નંબર ૬ના કોર્પેારેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ કારના બોનેટ પર બેસીને કમર પર રિવોલ્વર લગાવી છે. બીજા હાથે ફોન પર વાત કરી રહ્યો છે એવી રીલ્સ બનાવી છે. તેણે આ રિલ્સની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે. રીલ્સમાં જીજે–૦૩–એમબી–૧૦૦૯ નંબરની સિલ્વર કલરની કારના બોનેટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરી ઠાઠમાઠથી બેઠેલો નજરે પડે છે.




કોર્પેારેટર દેવુબેનના પુત્ર નિલેશ પાસે હથિયાર પરવાનો નથી, પરંતુ થોડા દિવસ પૂર્વે ઘરે પ્રસગં હતો ત્યારે પુત્રે પિતા મનસુખ જાદવની પરવાનાવાળી રિવોલ્વર લઈને તેની તસવીર ખેંચાવી હતી ત્યારે ગુનાહિત બેદરકારી દાખવનાર મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેને લઇ ભારે ચર્ચા જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application