ચોટીલાના સામતપરમાં જમાઇનો સાસુ-સસરા પર ધોકા વડે હુમલો

  • May 16, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલામાં રહેતી મહિલા પતિ સાથે સામતપર ગામે લગ્નપ્રસંગમાં જતા અહીં તેના જમાઇએ તમે અહીં શું કામ આવ્યા કહી ધોકા વડે હુમલો કરી બંનેને ઘાયલ કરી દીધા હતાં.હુમલામાં ઘાવયેલ મહિલાને સારવાર માટે રાજકોટ જયારે તેના પતિને ચોટીલા ખસેડવામાં આવ્યો હતો.
​​​​​​​
બનાવની જાણાવા મળતી વિગતો મુજબ, ચોટીલામાં ચાંમુડાનગરમાં રહેતા મુકતાબેન પોપટભાઇ મકવાણા(ઉ.વ ૪૨) ગઇકાલે બપોરના સમયે ચોટીલાના સાતપર ગામે લગ્નપ્રસંગમાં ગયા હતાં.ત્યારે તેમનો ભેટો અહીં ગામમાં જ રહેતા જમાઇ રણજીત સાથે થઇ ગયો હતો.રણજીતે તમે અહીં શું કામ આવ્યા છો? કહી ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ ધોાકા વડે હુમલો કરી મુકતાબેન અને તેના પતિને મારમારતા બંને ઘવાયા હતાં.દરમિયાન અહીં લોકો એકત્ર થતા રણજીત ચાલ્યો ગયો હતો.બાદમાં મુકતાબેનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ જયારે તેના પતિ પોપટભાઇને ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,મુકતાબેન પોપટ સાથે બીજા લગ્ન કર્યા હતો જે વાત જમાઇને પસંદ ન હોય આ મામલે માથાકૂટ ચાલતી હતી તેવામાં સામતપરમાં લગ્નપ્રસંગમાં એકબીજા સામસામે આવી જતા જમાઇએ ઉશ્કેરાઇ હુમલો કર્યો હતો.આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application