10 દિવસીય ગણેશ ઉત્સવ મંગળવારે પૂર્ણ થયો છે. લોકોએ ખૂબ જ ધામધૂમથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. દરમિયાન બુધવારે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિનું અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પણ વિસર્જનમાં હાજરી આપી હતી. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લાલબાગચા રાજાના વિસર્જનમાં પહોંચ્યા અનંત અંબાણી
મુંબઈના લાલ બાગ વિસ્તારના ભગવાન ગણપતિ 'લાલબાગચા રાજા'ની મૂર્તિનું બુધવારે ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પણ વિસર્જનમાં ભાગ લીધો હતો. હજારો ભક્તોએ પૂજા અર્ચના કર્યા બાદ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. 10 દિવસીય ગણેશ ઉત્સવ મંગળવારે જ સમાપ્ત થઈ ગયો હતો.
બુધવારે સવારે મુંબઈના ગિરગામ બીચ પાસે અરબી સમુદ્રમાં ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન સમયે હજારો ભક્તો સાથે અનંત અંબાણી પણ હાજર હતા. આ પહેલા શનિવારે મુકેશ અંબાણીએ પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા સાથે 'લાલબાગચા રાજા'ની પૂજા-અર્ચના કરી હતી.
15 કરોડના મુગટનું શું થયું?
અનંત અંબાણી ભગવાન ગણપતિમાં ખુબ શ્રદ્ધા ધરાવે છે. આ જ કારણ છે કે આ વર્ષે તેણે 'લાલબાગચા રાજા'ને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. જો કે વિસર્જન પહેલાં આ મુગટ ઉતારી લેવામાં આવ્યો હતો. અનંત અંબાણી વિસર્જનના અંત સુધી ગિરગાંવ ચોપાટી બીચ પર હાજર રહ્યા હતા. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકોને અનંત અંબાણીની ગણપતિ બાપ્પા પ્રત્યેની શ્રધ્ધા ખૂબ પસંદ પડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech