વાહન સળગાવવામાં પકડાયેલા લાઇનબોયના મોપેડને હેડ કવાર્ટરમાં કોઇએ આગ ચાંપી

  • August 09, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૦ માસ પૂર્વે બનેલી ઘટનામાં ગુનો નોંધાયો, બે કારને પણ કોઇએ સગળાવી દીધાનો અરજીમાં ઉલ્લેખ




શહેરના શ્રોફ રોડ પર રહેતા લાઈનબોયના એકિટવાને પોલીસ હેડકવાર્ટરમાં કોઈ અજાણ્યા શખસે આગ ચાપી દીધી હતી. ૧૦ માસ પૂર્વે બનેલી આ ઘટના અંગે તેણે જે તે સમયે અરજી આપ્યા બાદ હવે આ અરજીના આધારે અજાણ્યા શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.અગાઉ લાઈનબોય સામે નિવૃત્ત પોલીસ કર્મચારીના બે વાહનોને આગ ચાપી દેવા અંગેનો ગુનો નોંધાયો હતો.



જાણવા મળતી વિગતો મુજબ, શ્રોફ રોડ પર ઓમ એપાર્ટમેન્ટ લેટ નંબર ૨૦૩ માં રહેતા અને વાહન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા સિરાજ રહીમભાઈ બાંભણિયા (ઉ.વ ૩૦) દ્રારા પ્ર.નગર પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, અગાઉ તે પોલીસ હેડ કવાર્ટરમાં પિતા રહીમભાઈને ફાળવવામાં આવેલા સરકારી મકાનમાં તેમની સાથે રહેતો હતો તે સમયે તે પોતાના મિત્ર રફીક જુણાચનું એકટીવા ચલાવતો હતો.





ગત તારીખ ૧૨-૧૦-૨૦૨૨ ના રાત્રીના આશરે ૨:૦૦ વાગ્યા આસપાસ તેણે આ એકટીવા હેડકોટર ખાતે મકાન નીચે રાખ્યું હતું દરમિયાન વહેલી સવારના બ્લોકમાં રહેતા રિઝવાન મોગલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તાં એકટીવા સળગે છે.જેથી સીરાજે પાણી નાખી આગ ઓલવી નાખ્યા બાદ તેણે આ અંગે જે તે સમયે પ્રધુમનનગર પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરાવી હતી પરંતુ આજદિન સુધી કોઈ આરોપી મળી આવેલ ન હોય ગુનો દાખલ કરવા માટે લેખિત અરજી આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, અગાઉ પણ મારી બે કાર કોઈ અજાણ્યા શખસે સળગાવી દીધી છે.જેથી મને પૂરેપૂરી શંકા હોય કે માં આ વાહન પણ એ જ અજાણ્યા શખસે સળગાવ્યું છે. જેથી આ અરજીના આધારે પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.




અત્રે ઉલ્લેખની છે કે, અગાઉ ફરિયાદી સિરાજ રહીમભાઈ બાંભણિયા વિદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં માતિનગરમાં આવેલા આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી મગનભાઇ દયાળજીભાઈ ગેડીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના એપાર્ટમેન્ટ નીચે રહેલ તેનું તથા તેના પુત્રનું વાહન કોઈએ સળગાવી દીધાનું જણાવ્યું હતું. જે મામલે પ્ર.નગર પોલીસે તપાસ કરી પોલીસ પુત્ર સિરાજ બાંભણિયા તથા ગોંડલમાં રહેતા તેના ચાર મિત્રોને ઝડપી લીધા હતા. અગાઉ આ બંને પરિવારો પાડોશમાં રહેતા હોય ત્યારે થયેલા ઝઘડાનો ખાર રાખી વાહનો સળગાવ્યાનું જે તે સમયે તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે હવે સીરાજે પણ તેનું વાહન કોઈ અજાણ્યા શખસે સળગાવી દીધાની ફરિયાદ નોંધાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application