જસદણમાં સેલ્સ એજન્સીમાંથી એસઓજીએ પ્રતિબંધિત વિદેશી સીગારેટનો જથ્થો પકડયો

  • May 05, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના ચીતલીયા કુવા રોડ પર આવેલી સેલ્સ એજન્સીમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી અહીંથી ૧૧૦ પેકેટ પ્રતિબંધિત વિદેશ સીગારેટનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે વીદેશી સીગારેટ સાથે એજન્સી સંચાલકની ધરપકડ કરી હતી.પ્રાથમિક પુછતાછમાં આ વિદેશી સીગારેટ તે રાજકોટના વેપાારી પાસેથી મંગાવતો હોવાનું જણાવ્યું હતું.
​​​​​​​
જાણવા મળતી વિગતો મુજબ,જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌરની સુચના હેઠળ એસ.ઓ.જી પીઆઇ એસ કે.બી.જાડેજાના માર્ગદર્શનમાં પીએસઆઇ ભાનુભાઈ મિયાત્રા અને કે.એમ.ચાવડા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, જસદણમાં ચિતલીયા કુવા રોડ પર આવેલી વિજય સેલ્સ એજન્સી નામની દુકાનમાં વિદેશી સીગારેટનો જથ્થો છે અને વેપારી તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમને અહીં પહોંચી તપાસ કરતા દુકાનમાંથી ઇન્ડોનેશિયાની પ્રતિબંધિત સાવચેતીના સ્ટીકર વગરની વિદેશી સિગારેટના ૧૧૦ પેકેટ મળી આવ્યા હતા. જેથી પોલીસે એજન્સી સંચાલક વિજય નારણભાઈ માલવીયા(ઉ.વ ૩૩ રહે ચિતલીયા કુવા રોડ જસદણ) ની અટક કરી તેની સામે ગુનો નોંધી વિદેશી સિગારેટનો આ જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે એજન્સી સંચાલકની પૂછપરછ કરતા તે છેલ્લા ઘણા સમયથી વિદેશી સિગારેટનું વેચાણ કરતો હોવાનું માલુમ પડ્યું છે. વિદેશી સિગારેટનો આ જથ્થો તે રાજકોટના વેપારી પાસેથી લાવતો હોવાની કબુલાત આપતા પોલીસે રાજકોટના આ વેપારીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application