ગોંડલના અનિડા વાછરામાં રાત્રે કાચ તોડી ઇકો કાર હંકારી જતા તસ્કરા

  • December 08, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના અનિડા વાછરા ગામેથી રાત્રિના અહીં ખુલ્લા પ્લોટમાં પડેલી ઇકો કારના કાચ તોડી કોઈ ગાડી ચોરી કરી જતા લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ તાલુકાના મોરીદડ ગામે રહેતા જીતેન્દ્ર વિનોદભાઈ ગરચર દ્વારા લોધિકા પોલીસ મથકમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પાસે ઇકો ગાડી હોય જેમાં અનિડા વાછરા ગામથી મેટોડા જીઆઇડીસી આવવા જવા માટે ઉપયોગ કરતો હોય આ ઇકો ગાડી અને અનિડા વાછરા ગામે લાખાભાઈ કાળુભાઈ બાંભવાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરે છે. ગત તારીખ ૫/૧૨/૨૦૨૩ ના સાંજના સમયે અહીં વાહન રાખ્યા બાદ તે પોતાના ઘરે મોડીદર ગામે જતો રહ્યો હતો. બાદમાં બીજા દિવસે બુધવાર હોય જેથી ગાડી લેવા ગયો ન હતો ત્યારબાદ ગઈકાલે સવારના સાતેક વાગ્યા આસપાસ બાઈક લઇ અનિડા વાછરા ગામે પહોંચતા જ્યાં ઇકો ગાડી પાર્ક કરી હતી. ત્યાં જોવા મળી ન હતી ગાડીની કાચની 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application