વ્યક્તિગત સમસ્યાના નિરાકરણ માટેનું સરળ, સુગમ અને સચોટ આયોજન એટલે 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ...'

  • April 26, 2023 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


''તાલુકા સ્તરે થતા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને ત્વરિત ન્યાય મળી રહે છે''


તાજેતરમાં જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ ને 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજય સરકાર દ્વારા 'સ્વાગત સપ્તાહ' ની ઉજવણી કરાઇ રહી છે. જે અન્વયે, જામનગરના જોડીયામાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો.


      
આ પ્રસંગે, અરજદાર જમનભાઈ દલસાણીયાએ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું જોડીયા તાલુકાના લખતર ગામનો રહેવાસી છું. મારી જમીન કેશિયા ગામમાં આવેલી છે. નકસાની ફેરબદલ થવાથી મારી જમીનમાં ફેરફાર થયો હતો. જે અંગે મેં તાલુકા સ્તરે મારી રજુઆત કરી હતી. આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મારી રજુઆત અધિકારીઓએ સાંભળી છે. તેમજ મને જમીન સંપદાન અને વળતર તાત્કાલિક ઉપલબ્ધ થશે તેની બાંહેધરી આપી છે. નકસામાં જે ફેરફાર થયા છે તે અંગે ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવશે તેવી મને ખાતરી આપવામાં આવી છે. જેથી હું રાજ્ય સરકારનો આભારી છું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application