સોશિયલ મીડિયા પર હાઈબ્રીડ બાળકની ચોકાવનારી તસ્વીર આવી સામે, જાણો આ વાઇરલ ફોટોની સાતત્યતા

  • March 23, 2023 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં જ અડધા ડુક્કર અને અડધા માનવ શરીરવાળા બાળકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માનવ દેખાતા ડુક્કરનો જન્મ થયો છે. 

ડિસ્કવર ધ રેકોર્ડ નામના ફેસબુક પેજ પર એક અઠવાડિયા પહેલા આ બાળકની ઘણી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે એક પ્રાણી જે અડધો માનવ અને અડધો ડુક્કરનો જન્મ થયો છે અને તેની હાજરીને કારણે ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છે. અત્યાર સુધીમાં આ તસવીરને હજારો લાઈક્સ મળી છે અને કમેન્ટસ મળી છે. 


વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ડુક્કર જેવા બાળકની તસવીરો સંપૂર્ણપણે ભ્રામક અને નકલી છે. પહેલા આ તસવીરો ઈટાલીના શિલ્પકાર લારા મેગાનુકોએ પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરી હતી. તેના વર્ણનમાં, તેણે લખ્યું કે આ વર્ણસંકર બેબી-ડુક્કરનું ચિત્ર પણ તેની ઘણી કલાકૃતિઓમાંથી એક છે. આ કૃતિ સંપૂર્ણપણે હાથથી બનાવેલ છે અને તે પ્લેટિનમ સિલિકોનમાંથી બનાવવામાં આવ્યો છે. કલાના આ માસ્ટર પીસને વધુ જીવંત બનાવવા માટે તેમાં વિવિધ તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ણસંકર બેબી-ડુક્કર ઉપર સૂચિબદ્ધ કિંમત સાથે, મગાનુકોની વેબસાઇટ પર હજી પણ વેચાણ માટે ઉપલબ્ધ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application