શાપરમાં કારખાનેદારે રાજકોટના શખસો પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ ફસાયા

  • February 21, 2023 07:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૭.૫૦ લાખના ૨૩ લાખ ચૂકવી દીધા છતાં સિકયુરિટી પેટે આપેલા ચેક વટાવવા નાખી ચેક રિર્ટનની ફરિયાદ કરી: પૈસા માટે ધમકીઓ આપતા ફરિયાદ નોંધાવી




શાપરમાં રહેતા અને અગાઉ શાપરમાં જ કારખાનું ધરાવનાર પટેલ વૃદ્ધે રાજકોટમાં રહેતા ચાર વ્યાજખોરો સામે શાપર વેરાવળ પોલીસ મથકમાં વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી સિકયુરિટી પેટે આપેલા ચેક વટાવવા નાખીચેક રિટર્ન કરાવી ધમકીઓ આપતા હોવાનું જણાવ્યું છે.





વ્યાજખોરીની આ ફરિયાદની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં ગૌશાળા પાસે રહેતા તળશીભાઈ વાલજીભાઈ કાકડીયા(ઉ.વ ૬૫) દ્રારા શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં ૪૦ ફટ રોડ પર ભવનાથ પાર્કમાં રહેતા રમેશ જીવાભાઈ સાબડ, રાજકોટમાં બાબરીયા કોલોની પાછળ ન્યુ પારસ સોસાયટીમાં રહેતા અશ્વિન હંસરાજભાઈ સેલડીયા કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા અને રાજકોટના સહકાર સોસાયટીમાં આવેલ ન્યુ વિરાટ નગર શેરી નંબર ૧ માં રહેતા રમેશ જયંતીભાઈ વ્યાસના નામ આપ્યા છે.





તળશીભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ અહીં શાપરમાં રહે છે અને તેમને સંતાનમાં બે દીકરાઓ છે. હાલ તેઓ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અગાઉ તેમને શાપરમાં હરિ ઓમ પપં રોડ પર રામદેવ એગ્રો એન્જિનિયરિંગ નામનું કરખાનું હતું. જેમાં પૈસાની જર પડતા તેમણે અહીં તેમના કારખાને આવતા રમેશ સાબડ પાસેથી વર્ષ ૨૦૧૮માં ૭.૫૦ લાખ ચાર ટકા વ્યાજે લીધા હતા. જેમાં તેઓ માસિક .૩૫,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા રમેશભાઈને કટકે કટકે કુલ .૨૩ લાખ આપી દીધા હતા. ત્યારબાદ બાકી રહેતી રકમ પિયા સાડા સાત લાખ સમયસર ન આપી શકતા આ રમેશે ૨૩ લાખ વ્યાજના ગણી ફરિયાદીએ સિકયુરિટી પેટે આપેલા ચેક બેંકમાં વટાવવા માટે નાખી ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યેા છે અને તેઓ ફરિયાદીને ધમકી આપે છે કે હજુ મારી પાસે બીજા ચેક પડા છે.





આ ઉપરાંત રમેશે તેના મળતીયા અશ્વિન શેલડીયા અને કુલદીપસિંહ જાડેજાને ફરિયાદીએ આપેલા ચેક આપ્યા હોય અને તેઓએ ફરિયાદીએ તેમની પાસેથી ઉછીના પૈસા લીધા હોય તેવી પ્રોમેશ્વરી નોટ લખાવી લીધી છે. આ બંને શખસોએ પણ ફરિયાદીના ચેક બેંકમાં વટાવવા નાખી તેમના વિદ્ધ ચેક રિટર્નની ફરિયાદો કરી છે અને પૈસાની ઉઘરાણી કરી ધમકીઓ આપે છે.




આ સિવાય અગાઉ ફરિયાદીના કારખાને રમેશ વ્યાસ અવારનવાર આવતા હોય જેથી ધંધાની જરિયાત માટે વર્ષ ૨૦૧૬ માં આ રમેશ વ્યાસ પાસેથી પિયા દસ લાખ ત્રણ ટકા વ્યાજ લીધા હતા જે રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં સિકયુરિટી પેટે આપેલ ચેક ફરિયાદીને પરત આપ્યા ન હતા અને આ ચેક બેંકમાં વટાવવા નાંખી ચેક રિટર્ન કરાવી ફરિયાદી વિદ્ધ કોર્ટમાં કેસ કરી ધમકીઓ આપતો હતો. જે અંગે ફરિયાદીએ આ ચારેય શખસો સામે ફરિયાદ નોંધાવતા શાપર વેરાવળ પોલીસે આરોપીઓ સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application