સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રોફીમાં સ્ટેટ ઓફ બારાડી આર.જી. ઇલેવન ચેમ્પીયન

  • January 13, 2023 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના આહિર એકટીવ ગ્રુપ દ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રોફી-૨૦૨૨-૨૩ ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક ફાઈનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી.


તા. ૨૭ ડિસેમ્બર-૨૦૨૨ થી વિશાલ હોટલ સામે વસંત પરિવારની વાડીના મેદાનમાં આયોજીત આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની ૭૮ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સ્ટેટ ઓફ બારાકી આર.જી.ઈલેવન-જામનગર અને જાહલ ઈલેવન-જામનગ૨ વચ્ચે ભારે રસાકસી ભર્યા ફાઈનલ મેચમાં સ્ટેટ ઓફ બારાડી આર.જી.ઈલેવનનો વિજય થતાં તે ટીમ ચેમ્પીયન થઈ હતી.


ફાઈનલ મેચ નિહાળવા તથા ત્યારપછી યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદ સભ્ય પુનમબેન માડમ તેમજ આહિર સમાજના અગ્રણીઓ સર્વે દેવશીભાઈ પોસ્તરીયા, ૨ણમલભાઈ વારોતરીયા, વી.એચ.કનારા, પરબતભાઈ મલય, જગાભાઈ ચાવડા, પ્રીતેશભાઈ પીંડારીયા, મસરીભાઈ નંદાણીયા, રામભાઈ ગોરીયા, કરશનભાઈ ડાંગર, રામશીભાઈ ચાવડા, રામદેભાઈ કંડોરીયા, રમેશભાઇ કંડોરીયા, મહેશભાઈ નંદાણીયા, પરેશભાઈ કંડોરીયા, મીતલભાઈ વસંત, મોક્ષભાઈ વસંત, કિશનભાઈ માડમ-કોર્પોરેટર, પ્રવિણભાઈ માડમ, કેસુભાઈ માડમ-કોર્પોરેટર, લાભુબેન બંધીયા કોર્પોરેટર, જયોતીબેન ભારવાડીયા-કોર્પોરેટર, રાહુલભાઈ બોરીચા-કોર્પોરેટર, કે.બી.ભાઈ ગાગીયા-જી.પં.સદસ્ય, અનીલભાઈ વારોતરીયા, નગાભાઈ ગાધેર-પ્રમુખ, તા.પં. કલ્યાણપુર, રામદેભાઈ કરમુર-પ્રમુખ, તા. ૫ં. ખંભાળીયા, સાજણબાપા રાવલીયા, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, કારાભાઈ ચુડાસમા, જીવણભાઈ કંડોરીયા, રમેશભાઈ મારૂ, દેવશીભાઈ કરમુર, અરવિંદભાઈ સોરઠીયા, પાલાભાઈ કરમુર, કરશનભાઈ ડેર, ભાષાભાઈ ડેર, વશરામભાઈ રાઠોડ, મહેશભાઈ વારોતરીયા, સંજયભાઈ મૈયડ, હરદાસભાઈ કંડોરીયા, સુરેશભાઈ બેલા, કરણાભાઈ વાઢીયા, રાજુભાઈ ગોજીયા, હમીરભાઈ નદાણીયા, ભોજાભાઈ ભોગીયા, નરેશભાઈ ગોજીયા, વિજયભાઈ નંદાણીયા, જીવાભાઈ કનારા, ભાવેશભાઈ ગાગીયા, નેભાભાઈ સુવા, હેમતભાઈ જોગલ, નિતીનભાઈ માડમ, સચીનભાઈ માડમ, જીગરભાઈ માડમ, જેસાભાઈ ચાવડા, ભાવેશભાઈ મકવાણા, ચીરાગભાઈ વાંક, ડો.પી.વી.કંડોરીયા, ભીમશીભાઈ વાવણોટીયા, કિશોરભાઈ રાવલીયા, લખમણભાઈ બોદર, રાણાભાઈ રાવલીયા, રામભાઈ દેથરીયા વિગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત સમગ્ર ટુર્નામેન્ટના આયોજન માટે જેમના તરફથી ગ્રાઉન્ડનો સહકાર પ્રાપ્ત થયો તેવા વસંત પરિવારના મીતલભાઈ વસંત તથા મોક્ષભાઈ વસંત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


ચેમ્પીયન ટીમ તથા રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેક્સટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. મેન ઓફ ઘી સીરીઝ, મેન ઓફ ધી ફાઈનલ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલરના પુરસ્કારો આપવામાં આવ્યા હતા.


સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ખેલાડીઓને બિરદાવી અભિનંદન પાઠવેલ. તેમજ સ્વ.હેમતભાઈ માડમની સ્મૃતિમાં સને ૨૦૦૮ થી પ્રતિ દર વર્ષે આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ આહિર એકટીવ ગ્રુપના યુવા સદસ્યઓ દ્વા૨ા ક૨વામાં આવેલ હતુ. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આનંદ માડમએ કર્યું હતું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application