નર્સને ઢસડી દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની શોધ

  • January 23, 2023 10:30 PM 


સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનાર ૨૩ વર્ષીય યુવતી નોકરી પુરી કરી રાત્રીના આઠેક વાગ્યા આસપાસ માધાપર ચોકડીથી ચાલીને ઘરે જતાં સમયે બનાવ બન્યો: હિંમતભેર પ્રતિકાર કરતા આ શખસ નાસી ગયો




રાજકોટની હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર ૨૩ વર્ષીય યુવતી પોતાની ફરજ પુરી કરી માધાપર ચોકડીએથી રાત્રીના આઠેક વાગ્યા આસપાસ મહાવીર રેસીડેન્સી તરફ ચાલીને જતી હતી ત્યારે એક અજાણ્યો શખસ તેની પાસે ધસી આવ્યો હતો અને યુવતી કંઈક સમજે તે પૂર્વે તેને નાલા તરફ લઈ જવાનો પ્રયાસ કરી યુવતી સાથે મારકૂટ પણ કરી હતી પરંતુ યુવતીએ હિંમતભેર પ્રતિકાર કરતા આ શખસ ભાગી ગયો હતો. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે આર્યજનક રીતે આ મામલે માત્ર અરજી જ લીધી છે જોકે પોલીસે કેટલાક શકમંદોની પુછપરછ કરી હતી પરંતુ યુવતી સાથે આ કૃત્ય આચરનાર શખ્સ ઓળખાયો ન હતો.જેથી નરાધામને ઝડપી લેવા શોધખોળ કરાઇ રહી છે.





બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી અને માધાપર ચોકડી પાસે આવેલી મહાવીર રેસીડેન્સીમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીએ પોતાની સાથે બનેલી આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગત તા.૨૦૧ના રોજ તે પોતાની નોકરી પુરી કરી રીક્ષામાં માધાપર ચોકડીએ પહોંચી હતી. રીક્ષામાંથી ઉતરી પગપાળા ઘર તરફ જઈ રહી હતી. અહીં સોસાયટીનો રસ્તો કાચો હોય અને સ્ટ્રીટલાઈટ પણ ન હોય રાત્રીના આઠ વાગી ગયા હોય અંધારામાં આ અવાવ જગ્યાએ કોઈ પાછળ આવતું હોય તેવો ભાસ થયો હતો જેથી પાછળ જોતા કાળુ જાકીટ પહેરેલો એક શખ્સ કે જે યુવા વયનો હોય તે યુવતી પાસે ઓચિંતો ધસી આવ્યો હતો અને યુવતી કઈં સમજે તે પૂર્વે તેનો હાથ પકડી અહીં નજીકમાં આવેલા નાલામાં ફેંકવાની કોશિષ કરી હતી. જેથી યુવતીએ પ્રતિકાર કર્યેા હતો. માટે આ શખ્સે ફરી યુવતીને પકડી પછાડી દીધી હતી અને નાલા તરફ લઈ જવાની કોશિષ કરી હતી. આ દરમિયાન યુવતીનું જેકેટ ફાટી ગયું હતું અને તેના કેટલાક વાળ પણ આરોપીએ ખેંચી લીધા હતા. બાદમાં આ શખ્સ કોઈ આવી જશે તેવા ડરથી મેઈન રોડ તરફ ભાગી ગયો હતો ત્યારબાદ યુવતીએ હિંમત કરી ઉભી થઈ પોતાના ઘર સુધી પહોંચી હતી દરમિયાન અહીંના લત્તાવાસીઓ પણ યુવતીને આ હાલતમાં જોઈ ચોંકી ગયા હતા અને તુરતં ૧૦૮ને જાણ કરતા ૧૦૮ અહીં આવી પહોંચી હતી અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.





જોકે આ ઘટનામાં યુવતીને સામાન્ય ઈજા પહોંચી હોય હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી ત્યારબાદ આ યુવતી આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરવા માટે પહોંચી હતી જેમાં તેને અજાણ્યા શખ્સ સામે આ અરજી આપી છે જોકે યુવતીએ અરજીમાં એવો ઉલ્લેખ કર્યેા છે કે, હાલ મેં આ મામલે માત્ર અરજી આપી છે જયારે આરોપી પકડાઈ જશે ત્યારે ફરિયાદ નોંધાવીશ.



સ્ટ્રીટ લાઇટના અભાવે આ ઘટના બની: રહેવાસીઓનો આક્રોશ
માધાપર ચોકડી પાસે આવેલા પોશ વિસ્તાર ગણાતા એવા મહાવીર રેસીડેન્સી પાસે શુક્રવારે રાત્રીના યુવતી પર નિર્લજજ હત્પમલાની ઘટના બની હતી ત્યારે આ બાબતને લઈ લત્તાવાસીઓએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં આ સોસાયટી બની છે. અહીં ૭ ટાવર છે અને ૫૦૦ પરીવારો રહે છે જેઓ નિયમિત વેરા ભરે છે તેમ છતાં અહીં પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. અહીં હજુ પણ કાચો રોડ હોય અને સ્ટ્રીટલાઈટ પણ ન હોય જે બાબતે વખતોવખત રજુઆતો કરી છે પરંતુ તેમ છતાં હજુ આ બાબતે તંત્રએ કોઈ પગલા લીધા ન હોય રાત્રીના આ વિસ્તાર ભેકાર ભાસે છે અને સ્ટ્રીટલાઈટના અભાવે આ ઘટના બની છે.



લાઇટ બાબતે રજૂઆત કરતા સ્થાનિક કોર્પેારેટરે આપ્યો ઉડાવ જવાબ
માધાપર ચોકડી પાસે આવેલા આ વિસ્તારમાં દસકા બાદ પણ સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ મળી ન હોય દરમિયાન શુક્રવાર રાત્રીના આ ગંભીર ઘટના બનતા અહીં ફરી આવી ઘટના ન બને તે માટે સ્ટ્રીટલાઈટની સુવિધા તુરતં આપવામાં આવે તેવી રજુઆત માટે લત્તાવાસીઓએ સ્થાનિક કોર્પેારેટરનો સંપર્ક સાધ્યો હતો પરંતુ લત્તાવાસીઓના પ્રશ્ન સાંભળવાના બદલે તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application