વૈજ્ઞાનિકોએ હિમાલયમાંથી શોધી કાઢ્યું ૬૦ કરોડ વર્ષ જુનુ સમુદ્રનું પાણી

  • July 27, 2023 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખનિજોની અંદર રહેલા પાણીના ટીપાં વૈજ્ઞાનિકોને પૃથ્વીના પ્રારંભિક વિકાસ દરમિયાન જીવન અને ઓક્સિજનની ઉત્પત્તિ વિશેના રહસ્યોને ઉજાગર કરવામાં મદદ કરશે



બેંગ્લોરના સંશોધકો અને ભારત-જાપાનના વૈજ્ઞાનિકોની ટીમે મળીને હિમાલયના ખડકોમાં 600 મિલિયન વર્ષ જૂના દરિયાઈ પાણીની શોધ કરી છે. આ ટેથિસ સમુદ્ર પહેલા અહીં એક વિશાળ મહાસાગરના અસ્તિત્વનો પુરાવો આપે છે. હિમાલય પહેલા ટેથિસ સમુદ્ર હતો. ખનિજોની અંદર રહેલા પાણીના ટીપાં વૈજ્ઞાનિકોને પૃથ્વીના પ્રારંભિક વિકાસ દરમિયાન જીવન અને ઓક્સિજનની ઉત્પત્તિ વિશેના રહસ્યોને ઉજાગર કરવામાં મદદ કરી શકે છે. આ અભ્યાસ પ્રિકેમ્બ્રિયન રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયો છે.



ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના અર્થ સાયન્સ સેન્ટરના ટીમ લીડર પ્રોફેસર સજીવ કૃષ્ણને જણાવ્યું કે અમે ખનિજયુક્ત ખડકોની ઉંમરમાંથી પાણીની ઉંમર કાઢી છે, જેમાં પાણીના આ ટીપાં મળી આવ્યા છે. હિમાલય 4 થી 5 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યો હતો. જ્યારે 250 થી 600 મિલિયન વર્ષો પહેલા અસ્તિત્વમાં રહેલા પ્રોટો-ટેથિસ અને ટેથિસ સમુદ્રમાં દરિયાઈ ખડકોની રચના થઈ હતી.



મેગ્નેસાઇટ્સમાં છુપાયેલા પ્રાચીન ભૂસ્તરશાસ્ત્રીય રહસ્યોને જાણવા માટે વૈજ્ઞાનિકોએ પશ્ચિમ હિમાલયમાં ત્રણ મહિના સુધી આ અભ્યાસ કર્યો હતો. વાસ્તવમાં, વૈજ્ઞાનિકો એ જાણવા માગતા હતા કે લગભગ 750 મિલિયન વર્ષો પહેલા, જ્યારે પૃથ્વી લગભગ એક કિલોમીટર જાડી ચાદરથી ઢંકાયેલી હતી, ત્યારે તેણે 'સ્નોબોલ અર્થ' જેવી ઘટનામાં મહાસાગરો અને વાતાવરણની રાસાયણિક રચનામાં ફેરફારો થયા હતા, જેના કારણે મોટી માત્રામાં ઓક્સિજનનું નિર્માણ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application