ભવનાથમાં યોજાયેલા સનાતની સંમેલનમાં સાધુ-સંતો આકરાં પાણીએ

  • October 30, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દત્ત શિખર પર થયેલ બબાલ મામલે ભવનાથમાં યોજાયેલા સનાતની સંમેલનમાં સાધુ સંતો આકરા પાણીએ ગીરનાર ની જગ્યાના નિર્ણયો ગિરનારી સાધુઓ દ્વારા જ કરવા કરાયો હુંકાર કરી આવી ઘટનાનું પુનરાવર્તન થશે તો સંત સમાજ સાંખી નહીં લે તેમ જણાવ્યું હતું તેમજ સાત નવેમ્બરે પાલીતાણામાં સંત સંમેલન યોજવાનો નિર્ણય લેવાયો હતો. ગિરનાર પર્વત દત્ત શિખર પર મહારાષ્ટ્રના દિગંબર જૈન સંઘના લોકો દ્વારા ભગવાન દત્તાત્રેયની ચરણ પાદુકાને ખંડિત કરવાના પ્રયાસ મામલે ઘેરા પડઘા પડ્યા હોય તેમ શનિવારે ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ ખાતે  સંતો મહંતોનો વિરાટ સંમેલન યોજવામાં આવ્યું હતું સંમેલન આયોજન પૂર્વે અગાઉ પણ એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતોએ દત્તાત્રેયની જગ્યા પર થયેલા બબાલ મામલે દોષિત સામે કડક કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી પરંતુ તે કાર્યવાહી ના થતા નારાજ સાધુ સંતોએ વિરાટ સનાતનની સંમેલન યોજવાની જાહેરાત કરી હતી . જેથી સનાતનની સંમેલન ના પૂર્વ દિવસે ભવનાથ પોલીસમાં આ બાબતે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી જોકે શનિવારે સંત સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ગિરનારની જગ્યાના નિર્ણયો ગિરનારના સાધુ સંતો દ્વારા જ કરાશે અને આવી ઘટનાનું પુનરાવર્તન થશે તો સહન નહીં થાય તેવી ચિમકી આપવામાં આવી હતી. 


સંમેલન પ્રારંભે મહંત મહેશગીરીજી બાપુએ ગિરનાર મામલે સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો પણ લડી લઈશું તેમ જણાવી પાલીતાણામાં ૧૨ વર્ષથી સાધુ સમાજ લડી રહ્યો છે પરંતુ પાલીતાણાની જેમ આ મુદ્દે ૧૨ વર્ષ થવા નહીં દઈએ અને ગિરનાર બચાવવા ૧૨ મિનિટ પણ નહીં થાય ગિરનારની જગ્યાના નિર્ણયો ગિરનારના સાધુઓ જ કરશે અને હવે જો આવી કોઈ ઘટનાનો પુનરાવર્તન થશે તો સહન નહીં કરવામાં આવે અને બધા ક્ષેત્રોમાં લડી લેવા પણ તંત્રને ચીમકી આપવામાં આવી હતી. અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ ચાપરડા ના બ્રહ્માનંદ વિદ્યામંદિર ના મહંત મુક્તાનંદ બાપુએ ભારતમાં રહેનારા લોકો પોત પોતાના સંપ્રદાયનો ફેલાવો કરે તે સ્વાભાવિક છે પરંતુ વિકૃત રીતે જે ફેલાવો કરે છે તેનું સનાતન સંસ્કૃતિ સૌરક્ષણ સમિતિ ખંડન કરી શાસ્ત્રોમાં પણ ગિરનારનો ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે ત્યારે તેમાં મત મતાંતર ન થવું જોઈએ આ મુદ્દે સાધુ સમાજને સાથે બેસીને વાટાઘાટો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત શેરનાથ બાપુ એ પણ આવા બનાવ અંગે નિંદા કરી હતી અને ધર્મના નામે ભાગલા ન પડવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું. 


ગિરનાર અંબાજી મંદિરના મહંત અને મોટા પીરબાવા તનસુખગીરી બાપુએ તળેટીથી દત્તાત્રેય શિખર સુધી અગાઉ જૈન મંદિર કેટલા હતા અને હાલ કેટલા છે તે અંગે પણ તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું હતું તો પરબધામના કરસનદાસ બાપુ સહિતના મહંતોએ પણ આ ઘટનાનું ખંડન કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પણ ચેતવણી આપવામાં આવી હતી.  સંત સંમેલનમાં ગુજરાત ભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.સંતો મહંતો દ્વારા આગામી ૭ નવેમ્બરના પાલીતાણામાં સંત સંમેલન યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application