ખીલજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહ સુન્નત-શાદી નિશુલ્ક કેમ્પ

  • January 18, 2023 06:45 PM 

જામનગરમાં પખીલજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટથ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ ખત્ના સુન્નત-શાદીના ૨૩માં નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કેમ્પમાં અસ્લમભાઈ ખલીફા જામનગર વાળાએ સેવા આપી હતી. આ કેમ્પમાં કુલ ૧૫૧ બાળકો ની સુન્નત-શાદી (ખત્ના) કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી સુન્નત-શાદી માટે નાના મુસ્લિમ બાળકોએ લાભ લીધો હતા.


ખીલજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિફભાઇ ખીલજી (મસ્ત મંડપવાળા) દ્વારા જરૂરી દવાના પેકેટ તેમજ નાસ્તો આપવામાં આવ્યો હતો. આ તકે પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.૧૨ ના નગરસેવક અસ્લમભાઇ ખીલજી, સામજિક કાર્યકર યુસુફભાઈ.એ.પરાસરા (જી.એસ.આર.ટી.સી), જાવિદભાઇ પંજા (પંજા હોમનર્સિંગ કેર), નિઝામભાઈ શફિયા, જાહિદસર પંજા, હાસમભાઈ મલેક, સલીમભાઈ ખીલજી (દિલ્હી-દરબાર રેસ્ટોરન્ટવાળા), શકીલભાઈ બ્લોચ, ઈકબાલભાઈ ખીરા, મુખ્તારભાઇ કુરેશી સહિત અન્ય લોકોએ કેમ્પમાં હાજીરી આપી હતી.


આ સુન્નત-શાદી ૨૩ માં નિશુલ્ક કેમ્પમાં ફૂલ ૧૫૧ બાળકોની ખત્ના સુન્નત-શાદી કરવામાં આવી હતી. આ સુન્નત-શાદી ને સફળ બનાવવા ખીલજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આસિફભાઇ ખીલજી (મસ્ત મંડપવાળા) માર્ગદર્શન હેઠળ શાહરૂખભાઇ કુરેશી (આર્ટોઝ ગ્રાફિકવાળા), ડો.ઝાહિદભાઇ રાઠોડ, હનીફભાઈ શેખ, સદામભાઇ પંજા, ઈરફાનભાઇ ખલીફા, ટીનાભાઇ પ્રજાપતિ, કાદરભાઈ ખોખર, અસ્પાકભાઈ મેમણ, હારૂનરશીદભાઇ, મોઇનુદ્દીનભાઇ પંજા, મકબૂલભાઇ ખીલજી, ઈસ્માઈલ ભાઇ અગવાન, અખ્તરભાઇ મિર્ઝા, ઈર્શાદભાઇ ખીલજી, અબ્દુલકાદરભાઇ ચાકી સહિત ખીલજી પરિવાર ના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application