સાધુ વાસવાણી રોડ પર ચાર કરોડની સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરાયા

  • January 07, 2023 10:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ જિલ્લા કલેકટર અણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીસન કરીને જગ્યાઓ દબાણ મુકત કરવામાં આવી રહી છે.





આજરોજ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર સર્વે નં ૩૧૮ માં પ્લોટ નં ૬૯૭ ની ૨૦૦ ચોરસ મીટર કોમર્શિયલ બાંધકામ, પ્લોટ નં ૬૯૮ ની ૨૪૫ ચોરસ મીટર કોમર્શિયલ બાંધકામ અને પ્લોટ નં ૬૯૭ ની ૧૫૦ ચોરસ મીટર જમીનની સરકારી ખરાબાની કિંમતી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ગેરેજ અને અન્ય બાંધકામો એમ થઈને ૪ જેટલી ઓરડીઓનું ડિમોલીસન કરવામાં આવ્યું હતું. અંદાજિત  ૪ કરોડની કિંમતની ૬૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.




આ તકે પશ્ચિમ મામલતદાર જાનકી પટેલે કહ્યું, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ થાય તો દબાણકર્તા વિધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એકટ–૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application