રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગીલ લો સ્કોર પર આઉટ થતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો

  • September 02, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલુ છે. ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. જો કે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાદ વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યો હતો. શાહીન આફ્રિદીએ વિરાટ કોહલીને બોલ્ડ આઉટ કર્યો હતો. વિરાટ કોહલીએ 7 બોલમાં 4 રન બનાવ્યા હતા. આ પહેલા રોહિત શર્મા 22 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.


જોકે, વિરાટ કોહલીના આઉટ થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. આ પહેલા શાહીન આફ્રિદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્માને બોલ્ડ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.


આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે પલ્લેકેલેમાં મેચ રમાઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ છે. આ સાથે જ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમની બીજી મેચ છે. પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં નેપાળને 238 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન સિવાય નેપાળને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે. જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ટીમ નેપાળ સાથે રમશે. આ પછી સુપર-4 મેચો રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application