જામનગરમાં ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોને તાકીદે રીપેર કરવા જરુરી

  • July 25, 2023 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આ વખતે રેકર્ડબ્રેક વરસાદ પડી રહ્યો છે અને મોસમના અંતમાં કદાચ ઇતિહાસનો સૌથી વધુ વરસાદ આ મોસમમાં નોંધાઇ શકે એવી પૂરી શક્યતા  છે ત્યારે ભારે વરસાદના કારણે એક તરફ ગામડાઓમાં નદીના ધસમસતા પ્રવાહથી ખેતરો, માર્ગો અને ઘણા બધા નાના મોટા પુલ ધોવાઇ ગયા છે, ત્યારે શહેરમાં પણ ભારે વરસાદના કારણે અનેક રસ્તા ધોવાઇ ગયા છે અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એવી માંગ ઉઠી છે કે તાકીદના ધોરણે ધોવાયેલા માર્ગોનું સમારકામ થવું જોઇએ, હાલમાં વરસાદના કારણે નવા રસ્તા બની ન શકે તો કમસેકમ કામચલાઉ થીગડા લગાવીને ખાડા દૂર થવા જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application