ધારાસભ્ય રિવાબા જાડેજા આકરા પાણીએ... શહેરમાં પહોંચ્યા રોડનાં કામ ચેક કરવા અને કોન્ટ્રાકટરનું આવી બન્યું... 

  • February 03, 2023 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારાસભ્ય રિવાબા જાડેજા આકરા પાણીએ... શહેરમાં પહોંચ્યા રોડનાં કામ ચેક કરવા અને કોન્ટ્રાકટરનું આવી બન્યું... 

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને શહેરના ગોકુલ નગર વિસ્તારનાં મથુરા નગરમાં ચાલતા સી.સી. રોડ નું કામ નબળુ થતું હોવાની જાણ વિસ્તારનાં લોકોએ કરતાં ધારાસભ્ય રિવાબા જાડેજા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે રાખી સી. સી. રોડ નાં કામ ચેક કરવા પહોંચતા કોન્ટ્રાકટર અને કામ કરતાં લોકોને સાપ સૂંઘી ગયો હોય એવી હાલત થઈ ગઈ હતી.... 

રીવાબા જાડેજાએ તાત્કાલિક અસરથી કામ બંધ કરાવી અને સી. સી. રોડનાં કામનું રોજકામ કરાવ્યું અને અધિકારીઓને સૂચના આપી....અધિકારીઓએ પણ કામ મંજૂર થયા મુજબ જ કોન્ટ્રાકટર પાસેથી કામ કરાવવાની ખાત્રી આપી હતી... 

ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં ઉપરની મલાઈ લેવા કેટલાક શખ્સો નબળી ગુણવત્તા વાળું કામ કરી, પ્રજાને ગુણવત્તા વગરનું કામ કરી વાહવાહી કરતા હોય છે... જો કે, આવા ભ્રષ્ટચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધીએ લાલ આંખ બતાવતા, સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application