રિવાબા જાડેજાએ MLA પ્રીમિયર લીગ ક્રિકેટમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ... 

  • April 01, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં જ ગાંધીનગર સેક્ટર-21 ખાતે સવર્ણિમ ગુજરાત અંતર્ગત યોજાયેલી MLA ક્રિકેટ પ્રિમિયર લીગમાં જામનગરના વતની અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તેમજ જામનગર શહેર ભાજપ ધારાસભ્ય રિવાબા જાડેજાએ બેટિંગ અને ફિલ્ડીંગમાં શાનદાર પર્ફોમન્સ આપી ક્રિકેટ રસિકોના દિલ જીત લીધા હતા.... 


એક તરફ રિવાબા જાડેજાના પતિ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે તો પછી તેમના પત્ની રિવાબા જાડેજા ક્રિકેટમાં કેમ પાછળ રહી જાય...? 


MLA પ્રિમિયર લીગમાં રિવાબા જાડેજાએ બેટિંગ દરમિયાન ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવતા રિવાબાની ધમાકેદાર બેટિંગ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 


જ્યારે બેટિંગ બાદ રિવાબા જાડેજાએ ફિલ્ડીંગમાં પણ રવીન્દ્ર જાડેજાની જેમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્ડીંગ કરી ટીમના સૌ પ્લેયર્સમાં જોમ અને જુસ્સો ભર્યો હતો. જામનગરના ધારાસભ્ય અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા દ્વારા ક્રિકેટમાં શાનદાર પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે...
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application