12 વર્ષના લાંબા કાર્યકાળ બાદ જસ્ટિસ સોનિયા ગોકાણીની નિવૃત્તિ, જસ્ટિસ એ.જે.દેસાઈ નવા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમાયા

  • February 26, 2023 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસ્ટિસ આશિષ દેસાઈને ગતરોજ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ દેસાઈને 26 ફેબ્રુઆરીથી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
​​​​​​​

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી આજરોજ 62 વર્ષની ઉંમરે પદ છોડશે. તેમની નિમણૂક 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. હાલમાં, તે હાઈકોર્ટના એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ છે. ભારતમાં 25 હાઈકોર્ટ છે. અન્ય એક મહિલા જજ જસ્ટિસ સબીના હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે.

હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકેના 12 વર્ષના લાંબા કાર્યકાળ બાદ જસ્ટિસ ગોકાણીને ગતરોજ ફુલ-કોર્ટ વિદાય આપવામાં આવી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણીને બઢતી આપીને ર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ દેસાઈ હાઈકોર્ટના જજનું પદ સંભાળનાર તેમના પરિવારમાં બીજી પેઢી છે, કારણ કે તેમના પિતા જસ્ટિસ જિતેન્દ્ર દેસાઈ પણ 1983 અને 1989 વચ્ચે હાઈકોર્ટના જજ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application