રૂ.૨૩.૪૧ કરોડના ખર્ચે ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન કામ ૯૦ ટકા પૂર્ણ

  • January 04, 2023 11:14 PM 

જામનગર શહેરમાં વિકાસના કામો થઇ રહ્યા છે, શહેરના રાજવી પરિવાર દ્વારા બનાવાયેલા કેટલાક બિલ્ડીંગોને રેસ્ટોરેશન, ક્ધઝર્વેશન અને ક્ધસોલીડેશન એન્ડ રિ-પ્રોડકશન કરીને નવા વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે, લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળરૂપી કડી ગણાતા ભુજીયા કોઠાનું નિર્માણ ૧૮૫૨ની સાલમાં કરવામાં આવ્યું હતું, ભૂકંપમાં આ કોઠો ક્ષતિગ્રસ્ત થતાં લોકો તેમાં જોવા માટે જઇ શકતા ન હતાં, આખરે રૂ. ૨૩, ૪૧, ૮૮, ૪૭૨ના ખર્ચે અક્ષર શિલ્પ દ્વારા એસજેએમએમએસવીવાયની ગ્રાન્ટ દ્વારા ભુજીયા કોઠાનું કામ હવે લગભગ પૂર્ણતાના આરે છે, ૯૦ ટકા કામ પૂર્ણ થયું છે ત્યારે પાંચેક મહીના બાદ લોકો આ નવા ભુજીયા કોઠાને જોઇ શકશે. 


ભુજીયા કોઠાનું કામ ઝડપથી થાય તે માટે સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ પણ અથાગ પ્રયત્નો કર્યા છે, બાજુમાં આવતી દુકાનોને હટાવવામાં તેઓએ અધિકારી ડીએમસી ભાવેશ જાની અને નાયબ ઇજનેર રાજીવ જાનીને સાથે રાખીને કાનુની વિધી પુરી કરી છે, ત્યારે હવે ૧૬૮ વર્ષ જુની અને ૧૦૦ ફુટ ઉંચાઇ ધરાવતી આ ભુજીયા કોઠાની રાજયની સૌથી ઉંચી ઐતિહાસિક ઇમારત લોકોને ફરીથી જોવા મળશે. 


નાયબ ઇજનેર રાજીવ જાનીના જણાવ્યા મુજબ ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળ ‚પી કડી બની ગયો છે, સ્થાપત્યના નાશ પામેલ ઉપરના ત્રણ માળનું રિ-પ્રોડકશન વર્ક તેમજ સી આકારના ભાગનું રિ-પ્રોડકશન વર્ક કરી દેવામાં આવ્યું છે, ઉપરાંત ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ ઉપર ખંભાળીયા ગેઇટ તરફ આવતી વોલ સાથે જોડવા માટે રિ-પ્રોડકશન વર્ક કરવામાં આવ્યું છે, બીજા માળ પર રાઉન્ડ ગેલેરીને આકર્ષક બનાવવામાં આવી છે. 


ભુજીયા કોઠાની તમામ બારી અને દરવાજા તેમજ નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રિ-પ્રોડકશન વર્ક અને ક્ધસોલીડેશન વર્ક કરાયું છે, ઉપરાંત હૈયાત સ્ટોનસ્ટેરનું રેસ્ટોરેશન વર્ક અને તમામ લાકડાની છતનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું છે, ભુજીયા કોઠાની અંદર અને બહાર તમામ ભાગોનું રેસ્ટોરેશન વર્ક, બીજા માળ ઉપર અને તેના ભાગને જોડતી સીડી, પ્રથમ માળ પર આવેલ મૂર્તિ તેમજ ઇલેકટ્રીફીકેશન કેબલીંગ, લાઇટીંગ, સીસી ટીવી, સાઉન્ડ સિસ્ટમ અને ઇન્ટરકોમ બનાવવામાં આવ્યું છે. 


આ ઉપરાંત લોકોની સુવિધા માટે ટોયલેટ બ્લોકસ, હૈયાત ફલોરીંગનું ડીસમેન્ટલીંગ કામ તેમજ ફલોરીંગને લાઇમ સ્ટોન, ફલોરીંગ કરવાનું કામ ઉપરાંત સ્થાપત્યમાં ઉગી નિકળેલ તમામ વાસને દુર કરવામાં આવ્યા છે અને સ્થાપત્યના છેલ્લા માળ ઉપર હેલીમોગ્રાફી ડીસપ્લે મુકવાનું કામ કરવામાં આવ્યું છે, કેટલીક કાનુની અડચણ હતી તે હવે દુર થઇ ગઇ છે, એટલે કે ટુંક સમયમાં જ હવે બાકી રહેલું ભુજીયા કોઠાનું કામ ઝડપી બનાવવામાં આવશે. 


૧૬૮ વર્ષ પહેલા જામનગર શહેરમાં ભુજીયા કોઠાનું નિર્માણ થયું છે, જો કે ભુકંપ વખતે આ કોઠાને ભારે નુકશાન થયું હતું, ત્યારબાદ સ્થાપત્યને નુકશાન ન થાય તે રીતે ફરીથી પહેલાના જેવો જ ભુજીયો કોઠો બનાવવાનું કામ જામનગર મહાપાલિકાએ ઝડપ્યું છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application