જૂની જંત્રીના દરે મિલકત નોંધણીના દસ્તાવેજની અંતિમ તારીખમાં સરકાર દ્વારા રાહત...વાંચો વધુ વિગત

  • March 29, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં નવી જંત્રીનો અમલ સરકારે તા.15 એપ્રિલ સુધી મોકુફ રાખ્યો છે. ત્યારે નવી જંત્રીનો અમલ ટુંક સમયમાં થવા થઇ રહયો છે જંગી રકમથી બચવા દસ્તાવેજો કરવા દોડધામ મચી છે.


ગુજરાતમાં નવી જંત્રી અંગે વિરોધ બાદ સરકારે લોકોને રાહત આપવા નવી જંત્રીના દરનો અમલ હાલ પુરતો મોકૂફ રખાયો છે. એટલે કે નવી જંત્રીના દરના અમલની સમય મર્યાદા વધારાઈ છે. નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલ સુધીનો કરાયો છે. 


જંત્રીના ભાવ ડબલ થાયએ પૂર્વે જુના ભાવ મુજબ જ દસ્તાવેજ કરાવવા માટે રજીસ્ટ્રાર કચેરીએ અરજદારોનો ધસારો વધ્યો છે. સરકારે 15 એપ્રિલ બાદ જંત્રીના ભાવમાં બમણો વધારો કરવાનું નક્કી કર્યું છે, ત્યારે દસ્તાવેજ કરાવવા માટે રજીસ્ટ્રાર કચેરી બહાર સરેરાશ કરતા વધુ ભીડ જોવા મળી રહી છે.
​​​​​​​


ત્યારે તા.૧૫/૦૪/૨૦૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, તા.૧૫ એપ્રિલ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે, તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકીંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.


તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલ હશે. અને તા.૧૫/૦૪/૨૦૨૩ પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તો તેવા કીસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલ) ભાવ મુજબ થતી મિલકતની બજારકીંમત મુજબની સ્ટેમ્પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર રૂા.૩૦૦/- થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડયુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડયુટીની રકમ પેટે ગણવામાં આવશે.


જંત્રીના નવા ભાવ અમલમાં આવેએ પહેલા જુના ભાવ મુજબ જ દસ્તાવેજ કરાવવા માટે રજીસ્ટ્રાર કચેરીએ અરજદારોનો ધસારો વધ્યો છે. એટલે જાહેર જનતાના હીતને ધ્યાનમાં રાખી તા.૦૪/૦૪/૨૦૨૩, તા.૦૭/૦૪/૨૦૨૩ તથા તા.૦૮/૦૪/૨૦૨૩ના જાહેર રજાના દિવસોએ રાજયની તમામ ૨૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે. જેથી, તા,૦૪/૦૪/૨૦૨૩, તા.૦૭/૦૪/૨૦૨૩ તથા તા.૦૮/૦૪/૨૦૨૩ના રોજ રાજયની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application